તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:5 તાલુકાના 9 ગામોના લોકોને તળાવ માટે કાયમી જગ્યા મળી

પાલનપુર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • સુજલામ-સુફલામમાં તળાવો ઉંડા કરી પાણીથી ભરાશે

બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલી તંત્ર દ્વારા તળાવો માટે જમીન નીમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર કચેરી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વડગામ, પાલનપુર, કાંકરેજ, ડીસા અને દાંતા એમ કુલ- 5 તાલુકાના 9 ગામોના લોકોને જુદા જુદા 10 સર્વે નંબરોમાં જમીન તળાવ માટે નીમ કરવામાં આવતા તળાવમાટે કાયમી જગ્યા મળી છે.

1લી એપ્રિલથી શરૂ થઇ રહેલા સુજલામ-સુફલામ જળસંચય અભિયાનમાં આ તળાવોને ગ્રામજનો ઉંડા કરાવી શકાશે. જે તળાવ ચોમાસાની ઋતુમાં ભરાય તેનાથી ગામની ભૂગર્ભ જળ સપાટી ઉપર આવશે અને ગામની સુંદરતામાં વધારો થશે. જિલ્લાના પાંચ તાલુકાના 9 ગામમાં તળાવો માટે જમીન નીમ કરવામાં આવતા આ ગામના લોકોમાં આનંદ અને ખુશીની લાગણી પ્રસરી છે. નીમ કરવામાં આવેલ તળાવોમાં વડગામ તાલુકામાં જલોત્રા અને પાંચડા, પાલનપુરમાં કરજોડા, કાંકરેજમાં ઇન્દ્રમણા, ડીસામાં ભાચલવા વિરૂણા અને બુરાલ, દાંતા તાલુકામાં ગંછેરા અને વાઘડાચાની જમીનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો