પ્રવાસીઓ ઉમટ્યા:દિવાળી વેકેશનને માણવા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર્યટકોનો ધસારો

પાલનપુરએક મહિનો પહેલા
  • પ્રવાસે આવતા પર્યટકોને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર સજ્જ

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલું હિલ સ્ટેશન માઉન્ટ આબુ સમગ્ર ગુજરાત સહિત અનેક રાજ્યોના લોકો માટે પ્રવાસન સ્થળ છે. દર વર્ષે દિવાળી તેમજ ઉનાળાનું વેકેશન પડતા લોકો મોટી સંખ્યામાં હિલસ્ટેશન માઉન્ટ આબુ હરવા ફરવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ દિવાળીના વેકેશનને લઇને પ્રવાસીઓનો ધસારો માઉન્ટઆબુ તરફ શરૂ થઈ ગયો છે. ત્યારે માઉન્ટ આબુ પ્રવાસે આવતા પર્યટકોને કોઈ અગવડતા ન પડે તેને લઈ તંત્ર સજ્જ બન્યું છે.

છેલ્લા બે વર્ષથી કોરોના જેવી મહામારીના કારણે લોકોને ઘરની અંદર પુરાઈ રહેવું પડ્યું હતું. લોકડાઉનને લઇ લોકો ઘરની બહાર પણ નીકળી શક્યા નહોતા. સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળો, પિકનિક સ્થળો અને હોટેલ સહિત મંદિરોમાં લોકોના પ્રવેશ પર પાબંધી લગાવવામાં આવી હતી. ત્યારે હવે દોઢ વર્ષ જેટલા સમય બાદ કોરોના મહામારી ઓછી થતાં સરકાર દ્વારા પણ તમામ જગ્યાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે છૂટછાટ આપવામાં આવી છે.

હાલમાં દિવાળી વેકેશનને લઇ લોકો ફરવા માટે નીકળ્યાં છે. ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકોનો ધસારો શરૂ થયો છે. ફરવા આવતા લોકોને કોઈ તકલીફના પડે તે માટે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...