તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માહિતી ન આપનાર પાલનપુરના તત્કાલીન અને વર્તમાન CO ને રૂ.10-10 હજારનો દંડ, ગેરકાયદે થયેલા કામની માહિતી ન આપતા સજા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગેરકાયદે થયેલા બાંધકામોની માહિતી પૂરી ન પાડતા માહિતી કમિશનરે દંડ કર્યો

પાલનપુર પાલિકાના ચીફ ઓફિસર સતીશ પટેલ અને તત્કાલીન ચીફ ઓફિસર ઓફિસર પંકજ બારોટ પાસે પાલનપુરમાં ગેરકાયદે થયેલા બાંધકામો અંગેની માહિતી અધિકાર હેઠળ અરજદારને સમયમર્યાદામાં માહિતી પૂરી ન પાડતા રાજ્યના માહિતી કમિશનર દ્વારા પ્રત્યેકને દસ દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.જેને લઈ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુર શહેરમાં જિલ્લા પંચાયતની સામે આવેલા શોપિંગ સેન્ટરોના લે આઉટ પ્લાન અને તેમજ શહેરના કોઝી વિસ્તાર અને ઢુઢીયાવાડી વિસ્તારમા મંજૂરી વગર થયેલા બાંધકામો વિરુદ્ધ પાલિકા દ્વારા કરાયેલી કાર્યવાહીની વિગતો અરજદાર કાંતિભાઈ સોલંકી દ્વારા પાલિકામાં માગવામાં આવી હતી.

દસ દિવસમાં માહિતી આપવાનો આદેશ હતો
જોકે નગરપાલિકા દ્વારા અરજદારને અપૂરતી અનેે અધુરી માહિતી પૂરી પાડવામાં આવતા અરજદારે આયોગમાં અપીલ કરી હતી. અપીલ સંદર્ભે માહિતી કમિશનર દ્વારા તત્કાલીન ચીફ ઓફિસર પંકજ બારોટને દસ દિવસમાં વિનામૂલ્યે માહિતી પુરી પાડવાનો આદેશ કર્યો હતો. જોક અરજદારે વારંવાર અપીલ કરી હોવા છતાં પંકજ બારોટ અને વર્તમાન ચીફ ઓફિસર સતીશ પટેલ અરજદારને જાહેર માહિતી અધિકાર હેઠળ માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જતા રાજ્યના માહિતી કમિશનર દ્વારા તત્કાલીન ચીફ ઓફિસર પંકજ બારોટ અનેે વર્તમાન ચીફ ઓફિસર સતીષ પટેલ પ્રત્યેકને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...