બેઠક:પાલનપુરમાં દુકાનો આગળ ટોળા એકત્ર કરનારા વેપારીઓ સામે દંડની કાર્યવાહી

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પાલિકામાં વહિવટીતંત્ર અને વેપારીઓની બેઠક યોજાઇ

પાલનપુરમાં કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે કોવિડના નિયમોનું ચૂસ્ત પાલન થાય તે માટે મંગળવારે સાંજે વહિવટીતંત્રના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં દુકાનો આગળ લોકોના ટોળા એકત્ર કરનારા વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની તાકિદ કરવામાં આવી હતી. પાલનપુરમાં છેલ્લા પંદર દિવસથી કોરોના પોઝિટિવના એકલ - દોકલ કેસ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દસ જેટલા દર્દીઓ પોઝિટિવ આવી ચુક્યા છે.

ત્યારે કોરોના ઉપરાંત ઓમિક્રોનને આગળ વધતો અટકાવવા માટે મંગળવારે પાલનપુર નગરપાલિકામાં તંત્રના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ અંગે ચિફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યુ હતુ કે, એઅેસપી સુશિલ અગ્રવાલ, પ્રાંત અધિકારી એસ. ડી. ગીલવા, ઉપપ્રમુખ હસમુખભાઇ પઢિયાર, ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ સંજયભાઇ વ્યાસ સાથે શહેરના વેપારી એસોશિએશનના 20થી વધુ અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામિણ વિસ્તારોમાંથી બજારમાં ખરીદી કરવા આવતાં લોકો કોવિડના નિયમોનું ચૂસ્ત પાલન કરી માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેની તકેદારી રાખવા સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...