તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા માનપુરીયા દૂધ મંડળીના મંત્રીની મનમાની સામે પશુપાલકોએ બાંયો ચડાવી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા કંટાળેલા પશુપાલકોએ બે દિવસ અગાઉ મંડળીને તાળુ મારી દીધા બાદ આજે તમામ પશુપાલકોએ મંડળી આગળ દૂધ ઢોળી તંત્ર અને મંડળીના મંત્રી સામે રોષ ઠાલવ્યો હતો.
અમીરગઢ તાલુકાના માનપુરીયા ગામે આવેલી દૂધ મંડળીના પશુપાલક ગ્રાહકો મંત્રીની મનમાનીથી કંટાળી ગયા છે. સહકારી દૂધ મંડળીમાં નિયમ મુજબ સ્થાનિક મંડળી નો નફો અને સંઘનો નફો દર વર્ષે ગ્રાહકોને આપવામાં આવતો હોય છે. પરંતુ આ દૂધ મંડળીમાં ગ્રાહકોને હજુ સુધી કોઈ જ નફો ન આપવામાં ન આવતા ગ્રાહકો રોષે ભરાયા હતા. આ મામલે સ્થાનિક પશુપાલકોએ બનાસડેરી સુધી ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરી હતી.
તેમ છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા આખરે કંટાળેલા ગ્રાહકોએ બે દિવસ અગાઉ દૂધ મંડળીને તાળુ મારી દીધું હતું. જોકે તાળું માર્યા ના બે દિવસ વિતવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા આજે આ મંડળીના તમામ ગ્રાહકોએ મંડળી આગળ દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો હતો. અને જ્યાં સુધી ગ્રાહકોને પોતાના હકનું નહીં મળે ત્યાં સુધી દૂધ મંડળીનું તાળું નહિ ખોલવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદ કેટલાય લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તેમાં પશુપાલકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે માનપુરીયા દૂધ મંડળીને બે દિવસથી તાળું મારી દેતા તમામ ગ્રાહકોને દૂધ ક્યાં વેચવું તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અને દૂધ ન વેચતા ગ્રાહકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે બનાસ ડેરીએ તાત્કાલિક ધોરણે માનપુરીયા દૂધ મંડળીના ગ્રાહકોની રજૂઆતને ગંભીરતાથી લઈ તેમની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ તેવી પશુપાલકોની માંગ છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.