વિરોધ પ્રદર્શન:પાલનપુર તાલુકાના કરજોડા રેલવે ટ્રેક પર નાળાની સમસ્યાને લઈ સુરાજપુરા અને આસપાસના ગામના પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યા હલ નહિ થાય તો આગામી સમય મા ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી આપી

પાલનપુર તાલુકાના સુરાજપુરા સહિત આજુબાજુના ગામના પશુપાલકોએ કરજોડા રેલવે ટ્રેક નજીક વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા 3 વર્ષથી નાળાની સમસ્યાથી પરેશાન છે પશુપાલકોના ખેતર 2 ભાગ મા વહેંચાઈ ગયા છે, જેને લઈ 1 લીટર દૂધ આપવા પણ કેટલાય કિલોમીટર ચાલવું પડે છે. સાથે શાળા મા અભ્યાસ કરતા બાળકો માટે પણ અકસ્માત નો ભય સતાવી રહ્યો છે.

3 વર્ષ મા પશુપાલકો એ કલેકટર થી માંડી ધારાસભ્ય સંસદ સભ્ય ના પગથિયાં ઘસી નાખ્યા છે પરંતુ સમસ્યા નો હલ થતો નથી આજે તો રેલવે ટ્રેક નજીક શાંતિ થી વિરોધ કરી પશુપાલકો એ વાત પહોંચાડી છે પરંતુ સમસ્યા હલ નહિ થાય તો આગામી સમય મા ઉગ્ર કાર્યક્રમ આપી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સુરાજપુરા સરપંચ કર્ણાવત વિજયભાઈએ જણાવ્યું હતું કે અહીંયા ડીએફસીસી નું રેલવે સ્ટેશન બને છે તેની બાજુમાં રેલવેની બીજી લાઈન છે અમારે 163 માંથી ફાટક પહેલા ચાલુ હતી ડીએફસીસી ના કામ ચાલુ થવાથી રેલવે લાઇન બંધ થઈ ગઈ છે તેના લીધે ડીએફસીસી ને નીચે નાળુ લગાવ્યું છે પણ સામે રેલવેને પોતાનું નાળુ આગળ નીકળેલું નથી માટે લાઈન ચાલુ થતી નથી તેના લીધે અમારા ગામના 50 ટકા ખેડૂતો રેલવેના બહાર છે 50 ટકા જેવા ખેડૂતો રેલવે ની અંદર છે એટલે દૂધ આપવામાં કોઈ અવસર પ્રસંગમાં કોઈ છોકરાઓને ભણવા જવા આવવામાં અમને વધારે જ તકલીફ પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી ઘણી રજૂઆતો કરી છે કલેકટર સાહેબ ને પચીસ વખત લખ્યું છે બધા નેતાઓને પણ લખેલું છે પણ કોઈ કામ કરતું નથી

અન્ય સમાચારો પણ છે...