તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાલનપુરથી દ્વારકા નવીન બસ શરૂ કરાતાં મુસાફરોમાં આનંદ

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખે લીલીઝંડી આપી

બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પાલનપુર એસ.ટી.ડેપોમાંથી પાલનપુરથી દ્વારકા બસનું બુધવારે નગરપાલિકા પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના મુસાફરોને દ્વારકા જવા હેરાન ન થવું તે માટે પાલનપુર ડિવિઝન દ્વારા બુધવારે બપોરે 3 વાગ્યે દ્વારકા માટે બસ શરુ કરવામાં આવી હતી.

જ્યાં આ બસ પાલનપુરથી મહેસાણા , અમદાવાદ, રાજકોટ, જામનગર, ધ્રોલથી દ્વારકા પહોંચશે. આ બસ પાલનપુરથી દ્વારકા માટે દરરોજ 3 વાગે નીકળશે. જ્યાં નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાએ બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ કાર્યક્રમમાં પાલનપુર વિભાગીય નિયામક કિરિટભાઈ ચૌધરી, ડી.ટી.ઓ સંદીપ પટેલ, યુનિયનના કર્મચારીઓ તેમજ એસટીના ડ્રાઈવર-કંડકટર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...