તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડીસાના ભીલડી જેનાલ પાસે પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ, સદનસીબે જાનહાની ટળી

બનાસકાંઠા22 દિવસ પહેલા
  • પેસેન્જર ટ્રેનનું એન્જીન અને બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત
  • પાલનપુરથી વાયા ભીલડી થઈને ટ્રેન જોધપુર જતી હતી

બનાસકાંઠાં જિલ્લાના ડીસાના ભીલડી જેનાલ પાસે ટ્રેન પટરી પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. જોધપુર ડિવિઝનની પેસેન્જર ટ્રેનનું એન્જિન અને ડબ્બો વહેલી સવારે પટરી પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

મળતી માહિતી પ્રમાણે, પાલનપુરથી વાયા ભીલડી થઈ જોધપુર જતી ટ્રેન પાટા પરથી ઉતરી હતી. પેસેન્જર ટ્રેન પાટ પરથી ઉતરી જતાં આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. ઘટના અંગેની જાણ થતા રેલવે અધિકારીઓ અને આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

અન્ય સમાચારો પણ છે...