વિવાદ:છાપી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર

છાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં ત્રણ ચાર વર્ષથી સરપંચ અને ઉપસરપંચ વચ્ચે વહીવટને લઈ વિવાદ ચાલતો હતો

છાપી ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ દશ સદસ્યોએ દ્રારા અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.જે સંદર્ભે શુક્રવારે પંચાયત ખાતે અવિશ્વાસને લઈ પ્રસ્તાવ રજૂ થતાં બહુમત સભ્યોએ અવિશ્વાસની તરફેણમાં મત આપતા ડે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં ખળભળાટ મચી ગયો હતો.

છાપી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ફજલુરહેમાન ટાઇગર વિરુદ્ધ દશ સદસ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને લઈ શુક્રવારે પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી ભરતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ખાસ બેઠક બોલાવી હતી. જેમાં સરપંચ સહિત કુલ અગિયાર સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અવિશ્વાસના પ્રસ્તાવ માં કુલ દશ સદસ્યો એ હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું જ્યારે વિરોધ માં માત્ર ડેપ્યુટી સરપંચે સમર્થન આપ્યુ હતું જેથી ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ નો પ્રસ્તાવ બહુમતીથી પસાર થયો હતો.

ગામના વિકાસના કામોને અટકાવવાનો પ્રયાસ
બનાસકાંઠા જિલ્લામાં પંચાયતોની ચૂંટણી આડે માત્ર ત્રણ માસ જેટલો સમય બાકી રહેતા છાપી સરપંચ ભરતભાઈ પટેલને અવિશ્વાસ સંદર્ભે પૂછતાં તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું કે ડેપ્યુટી સરપંચ દ્રારા છેલ્લા કેટલાક સમયથી ગામના વિકાસના કામોમાં અડચણો ઉભી કરી સતત વિકાસના કામોને અટકાવવાનો પ્રયાસો કરતા ગામમાં અનેક લાભાર્થીઓ સરકારના લાભોથી વંચિત રહેતા અવિશ્વાસની દરખાસ્ત લાવવાની જરૂર પડી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...