વિન્ટર કેમ્પ આયોજન:પાલનપુરના પારૂલબેન 5 ગામના બાળકોને વિનામૂલ્યે અંગ્રેજીના પાઠ ભણાવી રહ્યા છે

પાલનપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના પારૂલબેને પાંચ ગામના દિકરા- દીકરીઓને વિનામૂલ્યે અંગ્રેજીના પાઠ ભણાવ્યા હતા. જેમને સર્ટીફિકેટ આપ્યા હતા. - Divya Bhaskar
પાલનપુરના પારૂલબેને પાંચ ગામના દિકરા- દીકરીઓને વિનામૂલ્યે અંગ્રેજીના પાઠ ભણાવ્યા હતા. જેમને સર્ટીફિકેટ આપ્યા હતા.
  • દિવાળીના વેકેશનમાં ચંડીસર, કુંભાસણ, ટાકરવાડા વડગામ અને મડાણામાં વિન્ટર કેમ્પ યોજ્યો

પાલનપુરની યુવતીએ ગ્રામીણ વિસ્તારમાં રહેતા દિકરા- દીકરીઓને અંગ્રેજીના પાઠ ભણાવવા માટે બીડું ઝડપ્યું છે. તેણીએ દિવાળી વેકેશનના સમયનો સદ્દપયોગ કરી પાંચ ગામોના 30 દિકરા- દીકરીઓને વિનામૂલ્યે અંગ્રેજી ભાષા શિખવાડી તેઓ કોઇ ક્ષેત્રમાં પાછળ ન પડે તે માટે માર્ગદર્શન આપ્યું હતુ. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા પછાત અને અશિક્ષિત પરિવારમાં શિક્ષણની જ્યોત જાગે અને દિકરા- દીકરીઓ માતૃભાષાની સાથે સાથે અંગ્રેજી ભાષા ઉપર પણ પકડ મેળવે તે માટે પાલનપુરની યુવતીએ બીડું ઝડપ્યું છે.

આ અંગે પારૂલબેન મકવાણાએ જણાવ્યું કે, કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો અંગ્રેજી ભાષા પણ આવડવી જરૂરી છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા દિકરા - દીકરીઓ આ ભાષા ઉપર પ્રભુત્વ મેળવે તે માટે વિનામૂલ્યે શિખવાડવામાં આવી રહી છે. મે દિવાળી વેકેશન દરમિયાન ચંડીસર, કુંભાસણ, ટાકરવાડા વડગામ અને મડાણામાં અમુલ, સેપ અને નાસ્કોમ ફાઉન્ડેશન દ્વારા વિન્ટર કેમ્પ યોજ્યો હતો. જેમાં 30 બાળકોને સ્પોકન ઇંગલીશ, બેઝિક નોલેજ તથા લાઇફ સ્કીલ અંગે સમજ આપવામાં આવી હતી. કેમ્પની સમાપ્તિ બાદ બાળકોને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...