વિરોધ:કેંદ્ર સરકારે કેજરીવાલ સરકારની ડોર ટુ ડોર કામગીરી પર રોક લગાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોનું પાલનપુરમાં વિરોધ પ્રદર્શન

પાલનપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત

કેન્દ્ર સરકાર દ્વારા કેજરીવાલ સરકાર ની ડોર ટુ ડોર કામગીરી પર રોક મુકતા બનાસકાંઠા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ પાલનપુરમાં વિરોધ કર્યો હતો દિલ્હીમાં કેજરીવાલ સરકાર ની ડોર ટુ ડોર કામગીરીની પ્રક્રિયા ચાલુ હતી જેમાં કેન્દ્ર સરકારે આ કામગીરી પર રોક લગાવી દેતાં સમગ્ર દેશમાં આદમી પાર્ટી દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો એ કેન્દ્ર સરકારની આ પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું

કાર્યકરોની અટકાયત
કાર્યકરોની અટકાયત

દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા ડોર ટુ ડોર રેશનીંગ ની પ્રક્રિયા ચાલી રહી હતી જેમાં કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો હતો અને ડોર ટુ ડોર કામગીરીની પ્રક્રિયા પર પ્રતિબંધ મૂક્યો હતો જેને લઈને દિલ્હી સહિત સમગ્ર દેશમાં આપ પાર્ટીના કાર્યકરો વિરોધ કર્યો હતો જેના પડધા પાલનપુરમાં પણ પડયા હતા અને પાલનપુરમાં આમ આદમીના પાર્ટીના કાર્યકરોએ વિરોધ કરી ઘરણા કર્યા હતા અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું જોકે વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...