તપાસ:પાંથાવાડા પોલીસે 50 એટીએમ કાર્ડ સાથે ચાર શખ્સોને ઝડપ્યા,એક ફરાર

પાંથાવાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરતાં શકના આધારે શખ્સોને ઝડપ્યા

પાંથાવાડા પોલીસે સોમવારે ગુંદરી ચેકપોસ્ટે કારને રોકાવ્યા બાદ ચાલક કાર લઇને નાસી છુટ્યો હતો. જોકે, આગળ જતાં કારનું ટાયર ફાટતાં કાર ઝડપાઇ ગઇ હતી. જેમાંથી 50થી વધુ એટીએમ કાર્ડ સાથે 4 શખ્સોને ઝડપી લેવાયા હતા. જ્યારે કાર ચાલક નાસી છુટ્યો હતો. પાંથાવાડા પોલીસ સ્ટાફ સોમવારે ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતા. તે સમય દરમિયાન મંડાર તરફથી આવતી ક્રેટા ગાડી નંબર યુપી-32-જેઇ-4487 ને પાંથાવાડા પોલીસ સ્ટાફ દ્વારા રોકાવતા એક શખ્સ નીચે ઉતરી પોલીસ સ્ટાફ સાથે વાતચીત કરતો હતો.

તે દરમિયાન ગાડીમાં પોલીસની નજર એટીએમ કાર્ડ પર પડતા ગાડી ચાલકે ગાડી ભગાડી હતી. જેથી પાંથાવાડા પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા ગાડી ચાલક શખ્સો સાથે પાંથાવાડા આજુબાજુના ગામમાં ગાડી ધૂસાડતા સાતસણ નજીક 3 શખ્સને ઉતારી ગાડી ચાલકે પાછી ગાડી મંડાર તરફ હંકારી હતી.

ત્યારે પાંથાવાડા પોલીસે 3 શખ્સોને પકડી ગાડીનો પીછો કરતાં ગાડી રાજસ્થાનના મંડાર ટોલટેક્ષ તરફ જતાં ગાડી વડગામ તરફના રસ્તા તરફ જતાં મંડાર પોલીસની મદદથી માંગતા ગાડીનું ટાયર ફાટતાં ગાડીનો ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. પાંથાવાડા પોલીસ દ્વારા 4 શખસોને પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં લાવી તેમની પાસેથી 50 થી વધુ એટીએમ કાર્ડ જપ્ત કરતાં પાંથાવાડા પીએસઆઇ એ.કે.દેસાઇના માર્ગદર્શનથી પુછપરછ કરી 4 શખ્સોને બનાસકાંઠા એસપી સમક્ષ રજુ કરી વધુ તપાસ સાઇબર ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...