કાર્યવાહી:પાંથાવાડા પોલીસે વકતાપુરા ગામની સીમમાંથી ખુલ્લામાં જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડ્યા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સાત મોબાઇલ સહિત રૂ. 45, હજારથી વધુ મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિગ દરમિયાન વકતાપુરા ગામની સીમની ખેતરમાં ઘરની આગળ ખુલ્લામાં જુગાર રમતા નવ ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે. જેમા સાત મોબાઈલ સહિત રુપિયા 45 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાંથાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન વકતા પરબડી પાસે આવતા બાતમી મળી હતી કે, વકતાપુરા પરબડી પાસે ચોપાભાઈના ખેતરમાં બનાવેલા ઘરની આગળ ખુલ્લામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે.

બાતમીના આધારે સદરી જગ્યા પર જઇ જુગાર રમતા નવ ઇસમોને રોકડા રકમ 35 હજાર 140 તથા 7 મોબાઇલ સહિત રૂપિયા 45 હજાર 640ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...