તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની સમસ્યા:લાખણીના ડેકામાં પંચાયતનો બોર 4 મહિનાથી બંધ, દૂર આવેલા બોરનું પાણી ઉપાડવા મજબૂર

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામથી એક કિલોમીટર દૂર આવેલા બોરનું પાણી ઉપાડવા મજબૂર

લાખણી તાલુકાના ડેકાં ગામમાં પંચાયતનો બોર છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી પીવાના પાણી માટે ગામલોકો ફાંફાં મારી રહ્યા છે.ગામની મહિલાઓ રસોઈ અને પીવાના પાણી માટે ગામથી એક કિલોમીટર દૂર આવેલા બોરનું પાણી ઉપાડવા મજબૂર બની છે જેના કારણે તાત્કાલિક ધોરણે પાણી સમસ્યા દૂર કરવામાં આવે એવી ગામલોકોની માંગ છે.

સ્થાનિક રહીશ ગણેશભાઈ ઠાકોરે જણાવ્યું કે" અમારા ગામનો બોર બંદ હોવાથી ગામલોકો, સ્કુલમાં ભણતા બાળકો અને પશુઓ પાણી વિના ખૂબ મુશ્કેલી વેઠી રહ્યાં છે તો બીજી બાજુ મહિલાઓ પણ દૂરથી પાણી ઉપાડીને લાવે છે. આ બાબતે અમે ગ્રામપંચાયત તેમજ તાલુકા પંચાયતમા રજૂઆતો કરી છે પરંતુ કોઈ સાંભળતું નથી. ભાકડીયાલ અને ડેકા ગ્રુપ ગ્રામ પંચાયત છે જેમાં ડેકા ગામમાં જ પાણીની સમસ્યા છે.

કેનાલોના અભાવે ભૂગર્ભ જળના તળ 1000 ફૂટ નીચે ગયા..!!
નર્મદા કેનાલની કોઈ સુવિધા નથી જેથી પીવાં અને સિંચાઇ માટે ભૂગર્ભ જળ ઉલેચાઈ રહ્યું છે. અપૂરતા વરસાદના લીધે અહીંના મોટાભાગના ગામોમાં બોરના લેવલ 800થી 1000 ફૂટ નીચે જતા રહ્યા છે. જેને લઈ બોર પર નિર્ભર ગામોમાં પાણીના બોર ફેઈલ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...