તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુભવ વર્ણવ્યા:પાલનપુરના ITBP જવાને 6 માસ અફઘાનિસ્તાનમાં ફરજ બજાવી 11 ઓગસ્ટે મજારે શરીફ છોડ્યું, ત્રીજા દિવસે તાલિબાનોએ કબ્જો કર્યો

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
શોકતખાન જમશેરખાન ચાવડા - Divya Bhaskar
શોકતખાન જમશેરખાન ચાવડા
  • 20 વર્ષ પહેલા પાલનપુરના શોકતખાન ચાવડા ITBP પોલીસફોર્સમાં જોડાયા હતા

પાલનપુરના ITBPના જવાને 6 મહિના અફઘાનિસ્તાનમાં ફરજ બજાવી 11 ઓગસ્ટની રાત્રે સ્વદેશ પરત ફર્યા હતા. અફઘાનિસ્તાનના મજારે શરીફ છોડયાના ત્રીજાજ દિવસે તાલિબાનોએ કબજો લીધો હતો. દિલ્હીમાં ક્વોરેન્ટાઇન રહી હાલ ઘરે બાળકો સાથે રજા વિતાવી રહ્યા છે. ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન આર્મીમેન શોકતખાન ચાવડાએ જણાવ્યું હતું કે " અફઘાનિસ્તાનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના અધિકારીઓની સુરક્ષા માટે 48 જણા જુદી જુદી ફરજ પર કાર્યરતહતા. જેઓ પરિસ્થિતિઓમાં બદલાવ આવતા પરત આવ્યા હતા.

20 વર્ષ પહેલા પાલનપુરના શોકતખાન જમશેરખાન ચાવડા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સમા બનાસકાંઠામાંથી સહુથી પહેલા પસંદગી પામ્યા હતા. ITBPમાં જોડાયા બાદ જમ્મુ-કાશ્મીર લદાખ નોર્થ-ઈસ્ટ હિમાલય સહિત અનેક સ્થળોએ ફરજ બજાવી દેશ સેવા કર્યા બાદ કઠિન પરીક્ષા આપીને અફઘાનિસ્તાનમાં ડેપ્યુટેશન મેળવ્યું હતું.ફેબ્રુઆરી 2021માં અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતની રાજધાની અને ચૌથા સૌથી મોટા શહેર મજાર-એ-શહેરમાં ભારતીય વિદેશ મંત્રાલયના ભારતીય સિક્યુરીટી આસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા. તાલિબાની આક્રમણ એક પછી એક વિસ્તારોમાં વધવાના સમાચારો મળતા જ ભારતીય સુરક્ષા કર્મીઓએ પણ પોતાના જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ પેક કરી લીધી હતી.

પોતાના અનુભવોને વ્યક્ત કરતા શોકતખાને જણાવ્યું કે "છ મહિનાની નોકરી બાદ પરિસ્થિતિઓમાં આટલો જલદી બદલાવ આવશે તેવું ધાર્યું નહોતું, બધું સમુસુતરું અને શાંતિથી ચાલી રહ્યું હતું, નાના-મોટા પ્રશ્નો નાટો સેના ઉકેલી લેતી હતી, પરંતુ નાટો સેનાએ એકાએક ઓપરેશનલ એક્ટિવિટી બંધ કરી દીધા બાદ તાલિબાની મુવમેન્ટ અચાનકથી વધી ગઈ હતી. સમાચાર માધ્યમોથી અમને સતત માહિતી મળી રહી હતી. અને એ દિશામાં અમે સતત નજર રાખી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...