ગરીબ દીકરીઓને નોકરી અપાવવાનો સંકલ્પ:પાલનપુરની દીકરી પોલીસ ભરતી માટે કરાવે છે તૈયારી, 100 વધુ ગરીબ દીકરીઓને પોલીસ દોડની પરીક્ષામાં પાસ કરાવી

પાલનપુર4 મહિનો પહેલા
દીકરીઓને પોલીસ ભરતીની ફિઝિકલ તાલીમ અપાવવાનું શરૂ કર્યું - Divya Bhaskar
દીકરીઓને પોલીસ ભરતીની ફિઝિકલ તાલીમ અપાવવાનું શરૂ કર્યું
  • દીકરીઓને મામાના ઘર જેવી જ ઉત્તમ સુવિધા પૂરી પાડવા "મામાનું ઘર" નામે હોસ્ટેલ શરૂ કરી
  • હવે દીકરીઓને લેખિત પરીક્ષા પાસ કરાવવાનું અભિયાન શરૂ થયું છે

રાજ્યનાં લાખો યુવક-યુવતીઓ પોલીસની ભરતીની તડામાર તૈયારી કરી રહ્યા છે, પરંતુ ગરીબ વર્ગના યુવક-યુવતીઓને તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન અને કોચિંગ પાછળ થતો મસમોટો ખર્ચ પરવડે તેમ નથી, ત્યારે આવી ગરીબ ઘરની દીકરીઓનું વરદી પહેરવાનું સ્વપ્ન સાકાર કરવા પાલનપુરની એક દીકરીએ અભિયાન હાથ ઉપાડ્યું હતું, જેના ફળસ્વરૂપે આજે 100થી વધુ દીકરીઓ પોલીસ દોડની પરીક્ષા પાસ કરવામાં સફળ થઈ છે. હવે આ દીકરીઓને લેખિત પરીક્ષા પાસ કરાવવાનું અભિયાન શરૂ થયું છે.

જરૂરિયાતમંદ દીકરીઓને વિનામૂલ્યે પોલીસ ભરતીની તૈયારી કરાવાય છે
જરૂરિયાતમંદ દીકરીઓને વિનામૂલ્યે પોલીસ ભરતીની તૈયારી કરાવાય છે

પાલનપુરમાં રહેતી પ્રિયંકા ચૌહાણ છેલ્લાં કેટલાંક વર્ષોથી મહિલા ઉત્થાન માટે વુમન્સ કેર ફાઉન્ડેશન નામે મહિલાઓ માટે અનેકવિધ સેવાકીય કાર્યો કરે છે. તાજેતરમાં ચાલી રહેલી પોલીસની ભરતીની તૈયારી માટે લાખો યુવક-યુવતીઓએ ફોર્મ ભર્યા છે. પ્રિયંકાએ એક દિવસ વહેલી સવારે દીકરીઓને રસ્તા પર દોડતી જોઈ, અને બસ તે સમયે જ નક્કી કર્યું કે દરેક ધર્મ, સમાજની ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓને તે વિનામૂલ્યે પોલીસ ભરતીની તૈયારી કરાવશે.

તેણીએ મોબાઈલ મેસેજ મુક્યો અને 30 દીકરીઓને પોલીસ ભરતીની ફિઝિકલ તાલીમ અપાવવાનું શરૂ કર્યું. જોત જોતામાં 300થી વધુ દીકરીઓ આ સેવાનો લાભ લેવા લાગી, તેમાંથી આજ સુધીમાં 125થી વધુ દીકરીઓ પોલીસની દોડની પરીક્ષા પાસ કરી ચુકી છે.

રહેવા, જમવા તેમજ કોચિંગ સહિતની સુવિધાઓ એક જ સ્થળે આપવામાં આવે છે
રહેવા, જમવા તેમજ કોચિંગ સહિતની સુવિધાઓ એક જ સ્થળે આપવામાં આવે છે

'મામાનું ઘર' નામે હોસ્ટેલ શરૂ કરાઈ

પ્રિયંકાબેન આટલેથી ના અટક્યા, તેમણે જોયું કે ઉતર ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલી આ દીકરીઓના રહેવા, જમવા અને કોચિંગની પણ તેમની પાસે પૂરતી વ્યવસ્થા નથી. તેથી તેમણે આવી દીકરીઓને મામાના ઘર જેવી જ ઉત્તમ સુવિધા પૂરી પાડવા 'મામાનું ઘર' નામે એક હોસ્ટેલ શરૂ કરી. જ્યાં દાતાઓના સહયોગથી આજે 50 જેટલી દીકરીઓને રહેવા, જમવા તેમજ કોચિંગ સહિતની સુવિધાઓ એક જ સ્થળે આપવામાં આવી રહી છે.

દીકરીઓને સુવિધા પૂરી પાડવા 'મામાનું ઘર' નામે એક હોસ્ટેલ શરૂ
દીકરીઓને સુવિધા પૂરી પાડવા 'મામાનું ઘર' નામે એક હોસ્ટેલ શરૂ

અહીં જુદા જુદા વિષયનાં નિષ્ણાંત શિક્ષકો દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની લેખિત પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.

અહિં લેખિત પરીક્ષાની તૈયારી પણ કરાવવામાં આવે છે
અહિં લેખિત પરીક્ષાની તૈયારી પણ કરાવવામાં આવે છે
અન્ય સમાચારો પણ છે...