તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી રામભક્તિ:દુકાન બંધ કરી મંદિર માટે ફાળો ઉઘરાવતા પાલનપુરના વેપારી

પાલનપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાં કરિયાણાની દુકાન ચલાવતાં રામભક્ત સવારે રામટોળી આવે એટલે પોતાની દુકાન બંધ કરી થેલો લઇ ફાળો ઉઘરાવવા નિકળી જાય છે. - Divya Bhaskar
પાલનપુરમાં કરિયાણાની દુકાન ચલાવતાં રામભક્ત સવારે રામટોળી આવે એટલે પોતાની દુકાન બંધ કરી થેલો લઇ ફાળો ઉઘરાવવા નિકળી જાય છે.
 • રામ જન્મભૂમિ મંદિરના ફાળા માટે એક મહિનાથી વેપાર બંધ કરી દીધો

પાલનપુરમાં માનસરોવર રોડ ઉપર વાલ્મિકીપુરામાં કરિયાણાની દુકાન ચલાવતાં રામભક્ત દ્વારા સવારે રામટોળી આવે એટલે પોતાની દુકાન બંધ કરી થેલો લઇ ફાળો ઉઘરાવવા નિકળી જાય છે. આમ આ વેપારીની ભગવાન રામ પ્રત્યેની અનોખી શ્રદ્ધા જોવા મળી રહી છે. પાલનપુર શહેરમાં દરેક વિસ્તારમાં ગલીએ ગલીએ રામદૂતોની ટોળી ફરી રહી છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહીલાઓ સામેલ છે. જેમાં પાલનપુર, માનસરોવર રોડની શક્તિનગર સોસાયટી નજીક વાલ્મિકીપુરામાં પતરાની શેડવાળી કરીયાણાની દુકાન ચલાવતા રામભક્ત શાંતિભાઈ વૈષ્ણવ લગભગ એક માસથી દુકાન બંધ કરી રામદૂતોની ટોળી સાથે ઘેર-ઘેર ફરી રામમંદિર માટે નિધિ સંગ્રહ કરી રહ્યા છે.

આ અંગે શાંતિભાઈએ જણાવ્યું હતું કે ‘તેમને 1989 માં રામશીલા પૂજન સમયે ભાગ લીધો હતો અને ત્યારથી જ રામમંદિર માટે મારી અપાર શ્રધ્ધા જોડાયેલી છે અને જ્યાર સુધી અભિયાન ચાલશે ત્યાર સુધી રામકાર્ય કરતો રહીશ.’ રામટોળીના કાર્યકર્તા ભાર્ગવ રાવલે જણાવ્યું હતું કે ‘શાંતિભાઈ પ્રથમ દિવસથી જ આ અભિયાનમાં પૂર્ણ સમય આપી રહ્યા છે. સવારે રામટોળીના કાર્યકરો આવે કે તરત જ દુકાન બંધ કરી થેલો લટકાવી અભિયાન માટે નિકળી પડે છે તેમની રામભક્તિ અને સમર્પણ ભાવ જોઈ અન્ય કાર્યકર્તાઓને પણ પ્રેરણા મળે છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો