વિરોધ:પાલનપુર- ડીસામાં ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અધ્યાપકોનું ખાનગીકરણ મુદ્દે વિરોધ પ્રદર્શન

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાળી પટ્ટી ધારણ કરીને વિવિધ બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા

પાલનપુર અને ડીસામાં ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અધ્યાપકો દ્વારા કોલેજોના ખાનગીકરણ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કાળી પટ્ટી ધારણ કરીને વિવિધ બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. સરકારની આ કાર્યવાહી તાત્કાલિક અસરથી રદ કરવા અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોનું ખાનગીકરણ બંધ કરવા છેલ્લા ઘણાં સમયથી સમગ્ર ગુજરાતમાં અધ્યાપક મંડળ દ્વારા વિવિધ રજુઆતો તથા કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.

જેના ભાગ રૂપે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી. ડી. મોદી વિદ્યાસંકુલ, પાલનપુરના ગ્રાન્ટ-ઇન-એઇડ સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કોલેજના તમામ અધ્યાપકો દ્વારા કોલેજ કેમ્પસમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર દ્વારા વિરોધ દર્શાવવામાં આવેલ હતો અને તત્કાલિક આ ખાનગીકરણ બંધ કરવા સરકારને રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપકોએ હાથમાં પોસ્ટર લઇ વિધેયક રદ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...