વિદ્યાર્થીઓ સુરક્ષિત અને નિશ્ચિંત:યુક્રેનથી પાલનપુરના છાત્રોએ વાલીઓને કહ્યું, ચિંતા ન કરો અહીં બધુ જ નોર્મલ છે

પાલનપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોએ કહ્યું ફિકર નોટ, અહી બધું નોર્મલ છે. - Divya Bhaskar
બાળકોએ કહ્યું ફિકર નોટ, અહી બધું નોર્મલ છે.
  • હેલ્પલાઇનમાં પાલનપુરના વાલી એ પૂછ્યું તો જવાબ મળ્યો ચિંતા ના કરો અમે એક્સ્ટ્રા ફ્લાઈટ્સનું એરેન્જમેન્ટ કરી રહ્યા છીએ

યુક્રેનની ઓડેશા શહેરમાં આવેલી નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં પાલનપુર 8 છોકરાઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ થાય છે. પાલનપુરના વાલીઓ ચિંતિત ન રહે તે માટે વિદ્યાર્થીઓ હવે સતત વાલીઓને નાનામાં નાની અપડેટ થી અવગત કરાવી રહ્યા છે. અને એ ચિંતા ન કરવાનું જણાવી રહ્યા છે. પાલનપુરની દિવ્યાંશી પઢિયાર અને આરજુ ત્રિવેદી બન્ને ઓડેસામાં એક ફ્લેટ ભાડે રાખીને રહીને મેડીકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે અમારા પરિવારજનો સાથે સતત વાતચીત કરીને અહીંયા બધું નોર્મલ છે ચિંતા કરવા જેવું કશું નથી. સ્થિતિ બધી સામાન્ય છે તેમ જણાવી રહ્યા છીએ."

તો બીજી તરફ રોયલ એજ્યુકેશન વર્લ્ડ સાથે સંકળાયેલા મનુભાઈ ગજનાણીએ જણાવ્યું હતું કે 14 વર્ષથી યુક્રેનમાં વિદ્યાર્થીઓ મોકલીએ છીએ આજની આ પરિસ્થિતિમાં આ સંસ્થા વિદ્યાર્થીઓ સાથે કોલેજ સાથે અને ઇન્ડિયન એમ્બેસી સાથે સતત સંપર્કમાં છે સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા છીએ હાલ ત્યાં કોઈ પણ વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી અને તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત અને નિશ્ચિંત છે.

તો બીજી તરફ વાલીઓની ચિંતા વધતા કેન્દ્ર સરકારે સ્પેશિયલ કંટ્રોલ રુમ શરૂ કરી હેલ્પલાઇન જાહેર કરી છે. જેમાં વાલીઓના જરૂરી પૂછપરછ માટે ફોન આવી રહ્યા છે. હેલ્પ લાઇન પર વિગતો માટે પાલનપુરના વાલીએ ફોન કરતાં સામેથી જવાબ મળ્યો હતો કે " આપ ચિંતા ના કરો પરિસ્થિતિ જો ગંભીર બનશે તો અહીંથી સ્પેશિયલ પ્લેન મોકલીને બાળકોને પરત લાવવાની તૈયારી કરીને રાખી મૂકી છે."

અન્ય સમાચારો પણ છે...