તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:કોરોના વેક્સિનેશન માટે લાગતી લાઈનની સમસ્યામાંથી મુક્તિ અપાવવા પાલનપુરના વિદ્યાર્થીઓએ એપ્લિકેશન બનાવી

પાલનપુરએક મહિનો પહેલા
  • પાલનપુર પોલીટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ એપ્લિકેશન બનાવવામા આવી

પાલનપુર પોલીટેક્નિક કોલેજના વિદ્યાર્થીએ વેક્સિનેશન સેન્ટર પર લાગતી લાઈનો અને લોકોનો સમય બરબાદ ના થાઈ માટે એક નવી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જેમાં એક મોબાઈલ માં ત્રણ વ્યક્તિ ના નામે વેક્સીન સેન્ટર પર એડ થશે અગાઉના સમયમાં વેક્સિનેશન સેન્ટર પર લાગેલી લાઈનો જોઈ આ સમસ્યા નો હલ નીકાળવા વિદ્યાર્થીઓએ ચર્ચા કરી 1 મહિના સુધી મહેનત કરી એપ્લીકેશન બનાવી છે.

પાલનપુર સરકારી પોલીટેક્નિક કોલેજના વિદ્યાર્થીએ કોરોના વેક્સિનેશન દરમ્યાન લાઈનોમાં જોવા મળતી લોકોની લાંબી કતારોમાંથી મુક્તિ મળે અને સમયની પણ બચત થઈ શકે તેવી મોબાઈલ એપ્લીકેશન બનાવી છે. આ એપ્લિકેશનમાં કોડ સ્કેન કરવાથી રસી લેવા આવેલ વ્યક્તિનો જેટલો નંબર આવવાનો છે તે તેના મોબાઈલમાં દર્શાવે છે. જેનાથી તેનો નંબર આવે ત્યાં સુધી તે અન્ય કામકાજ પણ પતાવી શકે છે અને તેનો નંબર આવવાનો સમય થઇ જાય તેના થોડાક સમય પહેલા તેના મોબાઈલમાં મેસેજ દ્વારા એલર્ટ પણ મળી જાય છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસની મહામારી દરમ્યાન લોકો ભારે હાલાકી ભોગવી ચુક્યાં છે અને હવે જ્યારે વેક્સીનેશન કાર્યક્રમ સમગ્ર ભારતભરમાં યોજાઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમો દરમિયાન કોરોના વેક્સીન લેવા માટે પણ લોકોને આખો આખો દિવસ લાઇનોમાં ઊભા રહેવું પડે છે અને કેટલીક વાર તો લાઈનમાં આખો દિવસ ઊભા રહ્યા બાદ પણ નંબર ન આવતા લોકોને ધક્કા પડતાં હોય છે. ત્યારે પાલનપુરની સરકારી પોલીટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતા નૈલેશ પરમાર નામના એક વિદ્યાર્થીએ વેક્સિનેશન દરમિયાન લાઇનોમાં ઊભા રહેવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જાય તેવી મોબાઇલ એપ્લિકેશન બનાવી છે.

જે એપ્લીકેશન બનાવવામા આવી છે તેમાં વેક્સિનેશન સેન્ટર પર એક સ્કેન કોડ લગાવવામાં આવે છે. જે સ્કેન કોડને મોબાઈલ દ્વારા સ્કેન કરવાથી રસી લેવા આવનાર વ્યક્તિનો કેટલામો નંબર છે તે મોબાઈલમાં ડિસ્પ્લે થાય છે. જો તેનો નંબર આવવામાં કલાક જેટલો સમય લાગી શકે તેમ હોય તો તે ત્યાં સુધી અન્ય કામકાજ પતાવી શકે છે. જેનાથી સમયની પણ બચત થાય છે અને તે દરમ્યાન તેના મોબાઇલ પર સતત અપડેટ પણ મળતુ રહે છે કે હવે તેની આગળ કેટલા વ્યક્તિનું વેક્સીનેશન બાકી છે. અંતે જ્યારે 5 નંબર બાકી હોય ત્યારે મોબાઈલમાં મેસેજ દ્વારા એલર્ટ પણ મળે છે. જેથી સમયસર વેક્સીન સેન્ટર પર પહોંચીને રસી મુકાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...