તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:પાલનપુર એસ.ટી. કંડક્ટર સહિત મજૂર મહાજન યુનિ.ના પ્રમુખનું કોરોનાથી મોત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને એસટી કર્મીના મોતને લઈ ગમગીની

બનાસકાંઠામાં કોરોનાએ માજા મૂકી છે ત્યારે જિલ્લા સહિત પાલનપુરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પાલનપુર એસ.ટી.ડેપોના મજૂર મહાજન યુનિયનના પ્રમુખ અને ડ્રાઇવર સહિત એક કંડકટર એમ મળી બે કર્મચારીઓના શનિવારે મોત નીપજ્યાં હતા. જેને કર્મચારીઓમાં લઈ ગમગીની છવાઈ ગઈ હતી.પાલનપુર ડેપોમાં કંડકટર તરીકેની ફરજ બજાવતા અને વેડંચા ગામના ગોરઘનભાઈ ભાટિયાનું કોરોનામાં મોત નિપજ્યું હતું.

જ્યારે શનિવારે મોડી સાંજે પાલનપુર તાલુકાના મોટા ગામના જવાનસિંહ રાજપૂત એસ.ટી.ડેપોમાં મજૂર મહાજન યુનિયનના પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. જેઓ કોરોના સંકમણમાં આવતા સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલ બાદ ત્યાંથી અમદાવાદ ખાતે રીફર કરાતાં રસ્તામાં મોત નિપજ્યું હતું. ત્યારે જિલ્લાના ડેપોના ડ્રાઈવર, કંડકટર સહિત સ્ટાફ આઘાતમાં આવી ગયો હતો. પાલનપુરના બે એસ.ટી.કર્મચારીઓના મોતથી તમામ સ્ટાફના લોકોમાં ગમગીની છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...