વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ:પાલનપુર પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી

પાલનપુર17 દિવસ પહેલા
  • ટોલ પ્લાઝાના કર્મચારીઓએ વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમનું પાલન કરવા વિનંતી કરી

વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસના દિવસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ ખીમાણા ટોલ પ્લાઝા પર પોલીસ તેમજ ટોલ પ્લાઝાના કર્મચારીઓ સંયુક્ત રીતે વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી વાહન ચલાવતી વખતે હેલ્મેટ સીટ બેલ્ટ તેમજ ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન કરે જેવી વાહનચાલકોને વિનંતી કરવામાં આવી હતી.

આજરોજ તારીખ 21-11-2019 ના રોજ વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસના અનુસંધાને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને પાલનપુર તાલુકા પોલીસ અને ખીમાણા ટોલ પ્લાઝાના કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ આપવા તેમજ માર્ગ અકસ્માતો બનતા અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે માર્ગ અકસ્માતમાં જે લોકો મરણ થયેલા છે તેમને બે મિનિટમાં પાળી શ્રદ્ધાજલિ આપવામાં આવી હતી.

ત્યારબાદ ખેમાંણા ટોલનાકા ખાતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ ખીમાણા ટોલ પ્લાઝા કર્મચારીઓને સાથે સંયુક્ત રીતે માર્ગ અકસ્માતમાં જે લોકો મરણ થયેલા છે તેમના માટે મીણબત્તી સળગાવી બે મિનિટનું મૌન રાખી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફ તેમજ ટોલનાકાના કર્મચારી દ્વારા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી વાહન ચલાવતી વખતે તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે તે સારું સમજ કરવામાં આવી હતી. જેથી વાહન અકસ્માત થતા અટકાવી શકાય અને લોકોનું જીવન બચાવી શકાય તે હેતુસર આજે આ કાર્યક્રમ રાખવામાં યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...