તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્તનું આયોજન:પાલનપુર નગરપાલિકાએ 1 થી 11 વોર્ડના 680 લાખના 113 કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજ્યો, ભાજપના આગેવાનો હજાર

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર નગરપાલિકાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચીફ ઓફિસરને ખુરશીમાં ન મળતા હોવાનું વીડિયો સામે આવ્યો
  • ખુરસી વગર કાર્યક્રમમાં ચીફ ઓફિસર એક સાઈડમાં ઊભા રહી કાર્યક્રમ જોતા રહ્યા

પાલનપુર નગરપાલિકાના દ્વારા પ્રજા લક્ષી વિવિધ વિકાસના કાર્યક્રમનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 થી 11 વોર્ડના અંદાજિત 680.25 લાખના 113 કામોના રોડ રસ્તાના તેમજ સ્ટ્રેટ લાઈટ આયોજન કરવામાં જેમાં જિલ્લા સહિત પાલનપુર શહેરના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસરને ખુરશીના મળતા એક બાજુ સાઈડમાં ઊભા રહી કાર્યક્રમ જોતા રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાલનપુર નગરપાલિકા દ્વારા આજરોજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપના આગેવાનો સહિત શહેરના આગેવાનો હાજર રહ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો સહિત ખુરશીમાં બેઠા હતા અને ચીફ ઓફિસરને ખુરશી ના મળતા એક બાજુ સાઈડમાં ઉભા રહી કાર્યક્રમ જોતા રહ્યા હતા એ ચોક્કસપણે દેખાયું હતું. નગરપાલિકાના કાર્યક્રમમાં ચીફ ઓફિસરને જ ખુરશીના ન મળતા અનેક તર્કવિતર્ક સામે આવ્યા હતા આ બાબતે ઓફિસરને પૂછતાં જણાવ્યું હતું કે ખુરશી કરતા મને લોકોની સેવામાં જ ખુશી છે અને આ મુદ્દો મીડિયામા ન ઉછાળવા ભલામણ કરી હતી.

પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર સતીષ પટેલે જણાવ્યું હતું કે આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રજા લક્ષી વિવિધ વિકાસના કાર્યક્રમનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજીત 680 લાખના વિવિધ રોડ રસ્તાના કામો તેમજ સ્ટેર્ટ લાઈટ હાઇમાસના કામોનું આયોજન કરવામાં આવેલું છે. આ કામો પ્રજા લક્ષી થાઈ શ્રેષ્ઠ થાઈ ગુણવત્તા યુક્ત થાઈ જવાબદારી સાથે નગરપાલિકા પદાધિકારી કર્મચારીઓ અધિકારીઓએ આ કામ પૂર્ણ કરવાં માટે જાહેમંત ઉઠવાના છે.

અન્ય સમાચારો પણ છે...