તપાસ:પાલનપુર પાલિકાએ લેન્ડ ગ્રેંબિંગ કર્યું રજૂઆત બાદ મામલતદારે પંચનામું કર્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચતુર્સીમા ન કરાઇ હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરાયો

પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મામલે પાલનપુરના રહીશે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી દાખલ કરતા સોમવારે સીટી મામલતદાર કચેરીનો સ્ટાફ માલણ દરવાજા નજીક રાજીવ આવાસ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

પાલનપુર માલણ દરવાજા બહાર આવેલ રે.સ.ન.45 કે જે શ્રી સરકારની પડતર જમીન છે ત્યાં પાલનપુરના અરજદાર શરીફ ચશ્માંવાલાએ લેન્ડ ગ્રેબિંગ એકટ 2020 મુજબ કલેકટરને ફરિયાદ દાખલ કરી હતી જે બાદ કલેકટરે રેકર્ડની તપાસ માટે અહેવાલો મંગાવ્યા હતા.

સ.નં.45 ની જમીન ઉપર એક દબાણકર્તાનો સિવિલ કોર્ટમાં વિવાદ ચાલે છે જે જમીન શ્રી સરકારની છે અને તે જમીન શ્રી સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નથી જેની અરજી માટે અરજદારે તપાસ કરતા સોમવારે સીટી મામલતદાર અને અરજદાર માલણ દરવાજા રાજીવ આવસ યોજનાની સ્થળ ચકાસણી કરી બંને પક્ષને સાંભળી તેમનું મંતવ્ય લખી મામલતદારે પંચનામું કર્યું હતું. જો કે અરજદાર શરીફ ચશ્માવાળાએ જણાવ્યું હતું કે મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સ્થળ પર જઇ તપાસ કરતા 248 આવાસો જઈ આવ્યા હતા સ્ટાફ દ્વારા જેમ અન્ય વિભાગો દ્વારા ચતુર્સીમા નક્કી કરવામાં આવે છે તેમ અહીં ચતુર્સીમા નક્કી કરાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...