ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:પાલનપુર માળી સમાજે બે દિવસીય ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી 16 ટીમોએ ભાગ લીધો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાઇનલ મેચ સુરસાગર ઈલેવન જોધપુર અને માળી યુવા સંગઠન ઈલેવન વચ્ચે યોજાઈ
  • વિજેતા ટીમને રૂ. 41 હજાર રોકડ અને ટ્રોફી આપી સન્માનિત કરાઈ
  • મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેનને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માળી સમાજ દ્વારા બે દિવસીય ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.

પાલનપુર માળી સમાજ દ્વારા સમગ્ર દેશમાં વસતા માળી સમાજમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે એવા ઉમદા ઉદેશ્ય સાથે બે દિવસીય ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ પાલનપુર ખાતે આવેલ જ્યોર્જ ફિફ્થ કલબ ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ સુરસાગર ઈલેવન જોધપુર અને માળી યુવા સંગઠન ઈલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં સુરસાગર ઈલેવન જોધપુર વિજેતા બની હતી.

વિજેતા ટીમને રૂ. 41 હજાર રોકડ પુરસ્કાર અને ટ્રોફી તેમજ ઉપવિજેતા ટીમને રૂ. 21 હજાર રોકડ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેનને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજક હર્ષદભાઈ પરમાર, પ્રદીપ પઢીયાર, જીગર પઢીયાર, વિશાલ ગોહિલ, દિવ્યાંગ મંડોરા, ધાર્મિક પરમાર, કૌશાંગ સોલંકી અને કૃણાલ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...