કાર્યવાહી:પાલનપુર LCB પોલીસે ચોરી કરતી ગેંગના 7 શખ્સોને થરાદ ઢીમા ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના ઘરોમાં ધાડ પાડી લુંટ અચરતી ગેંગ સક્રિય થઇ હતી અને અલગ-અલગ ઘટનાઓ અંગે અનડિટેકટ ગુનાઓ નોંધાયા હતા. જે મામલે જિલ્લા એલસીબી ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી 7 શખ્સોને ઝડપી પાડ્યા છે.

જિલ્લા એલસીબી ટીમે આજે વાવ ચાર રસ્તા પાસે આવેલી એક હોટલ પરથી સાત શંકાસ્પદ લોકો ઇકો ગાડી લઈને સોનાના દાગીના વેચવા માટે નીકળ્યા હોવાની માહિતી મળતા જ થરાદ ઢીમા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન વાવ તરફથી આવેલી ઇકો ગાડીને થોભાવી તલાશી લેતા અને ગાડીમાં બેઠેલા લોકોને પુછપરછ કરતા તેઓએ અલગ અલગ વિસ્તારોમાં રાત્રે ઘરોમાં ધાડ પાડી લૂંટ આચરી હોવાનું કબૂલ્યું હતું. તેમજ રુબેલા દાગીના પણ આજે તેઓ વિશ્વ માટે નીકળ્યાં હોવાનું જણાવતાં પોલીસે આ ગેંગના સાતેય શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, મોબાઈલ અને ગાડી સહિત 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...