તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:પાલનપુરની યુવતીને ડીસાની હોટલમાં લઇ જઇ ચપ્પાની અણીએ દુષ્કર્મ આચર્યું

પાલનપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ડીસાનો શખ્સ મોલમાં નોકરીની લાલચ આપી લઇ ગયો હતો

પાલનપુરના ગ્રામિણ વિસ્તારની રહીશ અને હાલ ડીસા ખાતે રહેતી એક યુવતીને ડીસાનો તરૂણ ઠક્કર મોલમાં રૂપિયા 10,000ના પગારની લાલચ આપી અન્ય શખ્સની મદદથી હોટલમાં લઇ ગયો હતો. જ્યાં રૂમમાં ચપ્પાની અણીએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે તેણીએ દસ દિવસ બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુરના ગ્રામિણ વિસ્તારની રહિશ અને હાલ ડીસા ખાતે રહેતી એક યુવતીને ડીસા અંબિકાચોક રોડ, ગોલ્ડનપાર્ક સોસાયટીમાં રહેતો તરૂણકુમાર મીઠાલાલ ઠક્કર (માઘવાણી) દસ દિવસ અગાઉ મોલમાં રૂપિયા 10,000ના પગારની નોકરી અપાવવાની લાલચ આપી હતી. અને ડીસા બગીચા પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિર નજીક બોલાવી હતી.

ત્યાંથી મોલ જોવા જવાનું કહી અજાણ્યા વ્યકિતની કાર નં. જીજે. 08. એપી. 7715માં બેસાડી ડીસા સ્પોર્ટ કબલ પાસે સીટી પ્લાઝા હોટલમાં ચા- નાસ્તો કરવાના બહાને રૂમ નં. 202માં લઇ ગયો હતો. જ્યાં ચપ્પુ બતાવી તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે તેણીએ પરિવારજનોને વાત કરી મંગળવારે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તરૂણકુમાર ઠક્કર સામે ગૂનો નોંધી પીઆઇ બી. વી. પટેલ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો