ત્રાસ:પાલનપુરની યુવતીને દહેજ મુદ્દે છૂટાછેડા આપવા દબાણ

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીની અમદાવાદ સાસરિયા સામે ફરિયાદ

પાલનપુરની યુવતીને અમદાવાદના સાસરિયાઓએ રૂ.5 લાખની દહેજ માંગી ત્રાસ આપી છૂટાછેડા આપવા દબાણ કરતા યુવતીએ સાસરીયાઓ સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પાલનપુરની યુવતીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા અંકિતકુમાર મહેન્દ્રભાઇ છૂછા સાથે થયા હતા. જોકે લગ્નના છ મહિના બાદથી જ યુવતીને તેના સાસરીયાઓ "તારા પિતાએ લગ્ન સમયે દહેજમાં રૂ.5 લાખ આપવાનું કહ્યું હતું તે મોત પામેલ છે તે પૈસા કોણ આપશે’ તેવું કહી દહેજની માંગ કરી અવારનવાર મારમારી શારીરિક-માનસિક ત્રાસ આપી છૂટાછેડા આપવા દબાણ કરવા મામલે યુવતીએ પાલનપુર મહિલા પોલીસ મથકે પહોંચી દહેજ મામલે છૂટાછેડા આપવા દબાણ કરનારા તેના પતિ અંકિતકુમાર મહેન્દ્રભાઇ છૂછા સહિત સાસરિયાના ચંદ્રિકાબેન મહેન્દ્રભાઇ છૂછા, મહેન્દ્રભાઇ જગજીવનદાસ છૂછા,  નીધિબેન મહેન્દ્રભાઇ છૂછા અને અમીબેન પલ્લવકુમાર શાહ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...