GSTમાં ઘટાડો કરવાની માગ:ફૂટવેરમાં GSTનો વધારો થતા પાલનપુરના ફૂટવેર વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 ટકામાંથી જીએસટી વધારી સરકારે 12 ટકા કરી દેતાં ફૂટવેર વેપારીઓ નોંધાવ્યો વિરોધ
  • ફરી 5 ટકા જીએસટી રાખવામાં આવે તેવી કરાઈ માંગ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ફૂટવેર એસોસિએશન દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી 12 ટકા જી.એસ.ટીને બદલે 5 ટકા જી.એસ.ટી કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે,

પાલનપુર ફૂટવેર એસોસિયન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જૂનો પાંચ ટકાનો દર યથાવત રાખવાની માગ કરવામાં આવી છે. જેમાં પાલનપુર શહેરના તમામ ફૂટવેર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિત તમામ ફૂટવેર દુકાનદાર હાજર રહી કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પાલનપુર ફૂટવેર એસોસિયન વિનંતી કરી કે કોરોના મહામારી બાદ આજદિન સુધી વેપારીભાઈઓના ધંધા રોજગાર મંદા પડેલ છે તેથી અચાનક 5 ટકાની જગ્યાએ 12 ટકા જી.એસ.ટી લગાવવો યોગ્ય નથી. આ નિર્ણયને અમુક પાલનપુર ફૂટવેર એસોસિયન સખ્ત શબ્દો માં વખોડી કાઢીએ છીએ આજે જીએસટી વધારો 12 ટકા ની જગ્યાએ 5 ટકા રાખવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...