ફૂડ વિભાગ:પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગે ભીલડી ડીસા, ધાનેરા, રાહમાં સેમ્પલ લીધા

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડાપાન લુઝઘી, તેલ, મોરૈયો, ચા, મુખવાસ સહીત સબ્જીના સેમ્પલ લેવાયા

પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે  ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિ અટકે તે માટે ફૂડ વિભાગ દ્વારા એકમો પર ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરે છે. ફૂડ સેફ્ટી વિભાગે અલગ દુકાનોમાં સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ભીલડીમાં આવેલી પોપટલાલ પુખરાજ ભાઈ શાહની દિનેશ ટ્રેડર્સ નામની પેઢીમાંથી ઠંડા પાન,  ડીસાના મહાદેવીયા ગામમાં  સંદીપભાઈ દત્તાની દેસાઈ બ્રધર્સ લિમિટેડ નામની દુકાનમાંથી ફરાળી તીખા નમકીનનું સેમ્પલ, ડીસામાં આવેલા નરેશ અંબાલાલ પટેલની ગજાનંદ એન્ડ પાર્લરમાંથી લુઝ ઘીનું સેમ્પલ, તેમજ ધાનેરામાં જનક બળદેવરામ દવેની ગંજરોડ પર આવેલી મધુસુદન ટ્રેડિંગ કંપનીમાં કિશન કિંગ તેલનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.  

તેમની પેઢીમાંથી સાયકલ બ્રાન્ડ 500 ગ્રામ મોરૈયાનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાહ ગામમાં આવેલી સુન્ધેશ્રવરી હોટેલ એન્ડ પાર્લરમાંથી સેવ ટમેટા શાકનું તૈયાર શાક સેમ્પલ અર્થે કબજે લેવાયું હતું. આ ઉપરાંત જેન્તીભાઈ મસરાજી માળીની જય હનુમાન ટ્રેડર્સ વેપારી પેઢીમાંથી મિસરીનું સેમ્પલ લેવાયું હતું. રાહ માંથી જ સરિયાદેવી કરિયાણા અને પશુ આહાર પેઢીમાંથી અઢીસો ગ્રામ  હરણ છાપ ચૌધરી ચાનું સેમ્પલ લેવાયું હતું.  જ્યારે ડીસામાં ભવાની ભાઈ તનસુખભાઈ મહેશભાઈ ને પેઢીમાંથી રાધે મુખવાસનું સેમ્પલ લેવાયું હતું, જ્યારે ડીસાની સંદીપભાઈની દેસાઈ બ્રધર્સ પેઢીમાંથી અન્નપૂર્ણા બ્રાન્ડ જીરાસર રાઈસ ફ્લોરનું સેમ્પલ લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...