તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડાત્મક કાર્યવાહી:પાલનપુર પૂર્વ પોલીસે 1 વર્ષમાં 50 લાખનો દંડ વસૂલ્યો

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 30 પોલીસ મથકોમાં 9.17 કરોડ દંડ વસુલાયો,

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી દરમિયાન સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા પોલીસ મારફતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દંડાત્મક કાર્યવાહી પાલનપુર પૂર્વ પોલીસ મથકના સ્ટાફે કરી છે. જેમાં છેલ્લા એક વર્ષમાં પોલીસે 50 લાખથી વધુનો દંડ 6797 લોકો પાસેથી વસૂલ્યો છે. જિલ્લામાં 30 પોલીસ મથકોમાં 9.17 કરોડ દંડ વસુલવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા પોલીસ મથકો દ્વારા જાહેર સ્થળ પર માસ્ક નહિ પહેરવા આ બાબતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પાછલા એક વર્ષમાં 1,32,049 લોકો પાસેથી 9,17,77,000 દંડ વસુલવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ દંડ પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકના દ્વારા વસુલવામાં આવ્યો છે.

આંકડાઓ પર નજર કરીએ તો શહેરના 6797 લોકો પાસેથી 50,54,100 દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે પાલનપુરના જ પશ્ચિમ પોલીસના સ્ટાફ દ્વારા 5324 લોકો પાસેથી 36,98,900 રૂપિયાનો દંડ પહેરવા બદલ વસૂલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે ઓવર બ્રિજથી હાઇવે તરફનો ભાગ પશ્ચિમ પોલીસ મથકમાં જ્યારે સીટી વિસ્તારનો ભાગ પૂર્વ પોલીસ મથકમાં આવે છે. પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકમાં મોટાભાગના બજારો આવેલા હોવાથી વધુ પ્રમાણમાં દંડ વસુલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...