રજૂઆત:પાલનપુરના કોંગી ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઈ વળતર ચૂકવવાની માંગ

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર કોંગ્રેસ ધારાસભ્ય મહેશભાઈ પટેલ - Divya Bhaskar
પાલનપુર કોંગ્રેસ ધારાસભ્ય મહેશભાઈ પટેલ
  • પાલનપુર તાલુકાના ગામડાઓ તથા શહેરમાં થયેલા નુકસાનનો સર્વે કરાવી વળતર ચૂકવવા રજૂઆત

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ કમોસમી વરસાદના કારણે અનેક તાલુકાઓમાં ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતોના પાકોને પહોંચેલા નુકસાનને લઈને પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પાલનપુર તાલુકાના ગામડાઓ અને શહેરના ખેડૂતોનો સર્વે કરાવી વળતર ચુકવવા માંગ કરી હતી.

નોંધનીય છે કે ધારાસભ્યએ પાલનપુર તાલુકાના ગામડામાં તથા શહેરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાવી વળતર ચુકવવા માંગ કરી હતી. તારીખ 18 અને 19 નવેમ્બરે થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં વાવેલા પાકને તથા ઘાસચારાને મોટું નુકસાન થયું હતું. તાજેતરમાં થયેલા અંદાજિત 4 ઇંચ જેટલા વરસાદથી ખેડૂતોની મિલકત તથા ઘાસચારાને નુકસાન થયું હતું. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા અગ્રિમતાથી આ સર્વેની કામગીરી કરવામાં આવે તો ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...