તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાલનપુર સિવિલમાં ઓક્સિજન વગર 20 વેન્ટિલેટરનો ઉપયોગ કરી શકતા નથી

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વેન્ટિલેટરમાં 1 કલાકમાં પ્રેસરથી 30થી50 લીટર ઓક્સિજન જોઈએ છે જિલ્લામાં લિકવિડ ઓક્સિજનની રોજ 50 ટનની હવે જરૂર પડી રહી છે

પાલનપુર સિવિલમાં ઓક્સિજન વગર 20 વેન્ટિલેટરનો ઉપયોગ થતો નથી. વેન્ટિલેટરમાં 1 કલાકમાં પ્રેસરથી 30થી50 લીટર ઓક્સિજન જોઈએ છે. જેના લીધે સિવિલ સત્તાધીશોએ વેન્ટિલેટર ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે જેના લીધે ગંભીર દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. જિલ્લામાં લિકવિડ ઓક્સિજનની રોજ 50 ટનની જરૂર સામે 20 ટન આવી રહ્યું છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 22 વેન્ટિલેટર પૈકી 20 વેન્ટિલેટરનો ઉપયોગ ઓક્સિજનના અભાવે કરી શકાતો નથી તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે.

સિવિલના સૂત્રોએ જણાવ્યુંકે હાલમાં 160 પૈકી મોટાભાગના દર્દીઓ ઓક્સિજન બેડ પર છે. જે પૈકી કેટલાક દર્દીઓના ફેફસામાં ઇન્ફેક્શન વધી જતાં તેમને વેન્ટિલેટર પર લેવાની જરૂર પડે છે પરંતુ ઓક્સિજન સપ્લાયમાં પૂરતો પ્રેસર ન હોવાથી પેશન્ટને વેન્ટિલેટર પર લઈ શકતા નથી. અને એટલે 20 વેન્ટિલેટર હાલમાં બિન ઉપયોગી છે. જો ઓક્સિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં થવા લાગે તો વધુને વધુ દર્દીઓના જીવ બચાવી શકીએ.સિવિલના જવાબદાર સૂત્રોએ જણાવ્યું કે હાલ જિલ્લામાં લિકવિડ ઓક્સિજનની રોજ 50 ટનની હવે જરૂર પડી રહી છે.

તેવામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વધુ ઓક્સિજન મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. ઉચ્ચ સ્તરે રજુઆત થવી જોઈએ.વસ્તીની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો અમદાવાદ સુરત બાદ ત્રીજા ક્રમે છે,પરંતુ ઓક્સિજન ફાળવણીમાં ભારે અન્યાય થઈ રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો