તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વકીલ આલમમાં ખળભળાટ:પાલનપુર બાર કાઉન્સિલના પ્રમુખ ઈદ્રિશ પઠાણે યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાના આક્ષેપની અરજી વાયરલ

પાલનપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 2015ની અરજી છે., તપાસમાં પુરાવા ના મળતાં પોલીસે ફાઈલ કરી દીધી હતી-પઠાણ

પાલનપુર બાર કાઉન્સિલના પ્રમુખ ઇદ્રિશ પઠાણે પોતાના ત્યાં છુટાછેડા માટે આવેલી 30 વર્ષિય યુવતીની મજબુરીનો લાભ લઇ વારંવાર દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવી, ગર્ભપાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે યુવતી પોલીસ મથકે ફરિયાદ કરતાં પોતાનીવગ વાપરી ફરિયાદ ફાઇલે કરી દેવામાં આવી હોવાના આક્ષેપો સાથેની એક અરજી ગુરૂવારે સોશિયલ મિડિયામાં વાયરલ થતાં વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

પાલનપુર તાલુકાના એક ગામની 30 વર્ષિય યુવતીના નામે સહિ વગરની વાયરલ અરજીમાં જણાવાયું છેે કે, પાલનપુરના જુનીયર વકીલ અને બાર કાઉન્સિલના પ્રમુખ ઇદ્રિશ પઠાણ પાસે વર્ષ 2016માં છુટાછેડાના કેસ માટે ગઇ હતી. જોકે, તેણીની મજબુરીનો લાભ લઇ વકીલે શારિરીક શોષણ શરૂ કર્યુ હતુ. જેમાં આધારકાર્ડ બદલી તેના આસિસ્ટન્ટ કલાર્ક લલીત રાવળ, મિત્ર નવીન સોનીની મદદથી શહેરના ગુરૂનાનક ચોક, ગાયત્રી ગેસ્ટ હાઉસ, અમીત ગેસ્ટ હાઉસ, વેલકમ સોસાયટી, ખેરાલું ગામમાં પરિચિતને ત્યાં સહિતના સ્થળે 300થી વધુ દિવસો સુધી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી. જે પછી પાલનપુર કમાલપુરા વિસ્તારમાં ગર્ભપાત કરાવવા લઇ ગયો હતો. જોકે, યુવતીએ ઇન્કાર કરતાં તેણીને નજીકના ગામે બીજવર વ્યકિત સાથે ફૂલહાર કરાવી લગ્ન કરાવ્યા હતા. જે બાદ સાત માસ પછી યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો.

આ અંગે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં વકીલે પોતાની વગ વાપરી ફરિયાદ દાખલ કરવા દીધી ન હતી. પાલનપુરના વકીલ હમીદ છોરીયાનો સંપર્ક કરતાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો.

વકીલ હમીદ છોરિયાના ભ્રષ્ટાચારની રજૂઆત કરતા બદલો લેવા જુની અરજી વાયરલ કરી
આમારી સામે 5 વર્ષ અગાઉ પોલીસ મથકે ઉપરોકત આક્ષેપો સાથે અરજી કરાઇ હતી. જેમાં પશ્વિમ પોલીસ મથકના પીઆઇએ તપાસ કરી હતી. પરંતુ કોઇ તથ્ય ન જણાતાં અરજી ફાઇલ કરવામાં આવી છે. દરમિયાન પાલનપુરના વકીલ હમીદ છોરીયાએ હજના નાણાં ઉઘરાવી કરેલા ભ્રષ્ટાચાર અને તેની સનદ રદ કરાવવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. જેથી મારી સામે બદલો લેવા માટે અગાઉની સહિ વગરની અરજી હમીદ છોરીયાએ સોશિયલ મિડિયામાં વાયરલ કરી છે. ખોટા આક્ષેપો કરી મને બદનામ કરવામાં આવી રહ્યો હોઇ બદનક્ષી માટે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. >ઇદ્રિશ પઠાણ,(વકીલ, બાર કાઉન્સિલ પ્રમુખ, પાલનપુર)

અરજી ફાઇલે કરવામાં આવી હતી
વકીલ ઇદ્રીશભાઇ પઠાણ વિરૂધ્ધ અરજી આવી હતી. તે રેકર્ડ જોતા 2015ના વર્ષની હતી. જેની તપાસ દરમિયાન કોઇ પુરાવા ન મળતાં અરજી ફાઇલે કરવામાં આવી હતી. > કે.પી.ગઢવી,(પીઆઇ, પશ્વિમ પોલીસ મથક,પાલનપુર)

અગાઉની અરજી દબાવી દીધી હતી અમે ફરીથી ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે
આક્ષેપ કરનાર યુવતીએ જણાવ્યું કે વકીલ ઇદ્રીશ પઠાણે મારા બે લગ્ન કરાવવા માટે નાણાં લીધા હતા. મારૂ યૌન શોષણ કર્યુ હતુ. આ અંગે અગાઉ પાલનપુર પોલીસ મથકમાં પોતાની વગથી ફરિયાદ દાખલ થવા દીધી ન હતી. માટે ફરીથી ફરિયાદ દાખલ કરવા વકીલ હમીદ છોરીયા થકી ગર્વનર, ફરિયાદ સેલ, ગૃહ વિભાગ અને મહિલા આયોગમાં અરજી કરી છે. ઇદ્રિશ પઠાણ સમાધાન કરવા માટે આવે છે. પણ મારે સમાધાન નથી કરવું.

નવી અરજીમાં ફરિયાદ નોંધવાની રજૂઆત
પાલનપુરના જુનીયર વકીલ ઇદ્રિશ પઠાણ વિરૂદ્ધ ફરિયાદ ન કરવા અંગે પાલનપુર પોલીસને જરૂરી ડાયરેકશન આપવા તેમજ મહિલા PSI દ્વારા ફરિયાદી યુવતી દર્શાવે તે જગ્યાએ રૂબરૂ તપાસ કરાવી આરોપીઓની અટકાયત કરવા સહિત વકીલ સામે ઇ.પી.કો. ક. 420, 406,376,467,468,471 અન્વયે ફરિયાદ, સ્ત્રી અધિકારોનો ભંગ કરી બ્લેકમેલ કરી, ઇમોરલ ટ્રાફીક એકટ - 4,5 અન્વયે જબરજસ્તી શારિરીક સબંધો, પૈસા પડાવવા બાબતે પોલીસ મથકે FRI ન કરવા અનુસંધાને જિલ્લા પોલીસ અધિકારીને જરૂરી ડાયરેકશન આપવા અરજીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો