તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમી એખલાસ:પાલનપુર બીએપીએસ દ્વારા મુસ્લિમ સમાજના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન મશીન અપાયા

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર મુસ્લિમ ડોકટર એસો. અને મજલિસ એ દઅવતુલ હક્કના સહયોગથી ચાલતા કોવિડ હેલ્થ સેન્ટરમાં ત્રણ મશીન અપાયા

પાલનપુર બીએપીએસ દ્વારા મુસ્લિમ સમાજના કોવિડ સેન્ટરમાં વિનામૂલ્યે ઓક્સિજન મશીન આપી કોમી એખલાસની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. પાલનપુર મુસ્લિમ ડોકટર એસો. અને મજલિસ એ દઅવતુલ હક્કના સહયોગથી ચાલતા કોવિડ હેલ્થ સેન્ટરમાં આ ત્રણ મશીન અપાયા હતા.

પાલનપુર બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા અબુધાબી મંદિરના સહયોગથી સોમવારે નાત, જાત, ધર્મના ભેદભાવને ભૂલીને પાલનપુરના મુસ્લિમ સમાજના કોવિડ સેન્ટરમાં ત્રણ ઓક્સિજન મશીન વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. પાલનપુર મુસ્લિમ ડોકટર એસો. અને મજલિસ એ દઅવતુલ હક્કના સહયોગથી ચાલતા કોવિડ હેલ્થ સેન્ટરમાં આ ત્રણ મશીન અપાયા હતા. આ પ્રસંગે પાલનપુર મંદિરના સંતનિર્દેશક પૂ. ઉત્તમપ્રીય સ્વામી, પૂ. નિત્યસેવા સ્વામી, મૌલાના અબ્દુલ કુદુસ, ડો. મુનીર મન્સુરી, આરિફ ઘાસુરા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...