તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Overbridge To Be Built In Amirgarh From Joint Fund Of Central And State Government, Overbridge Approved After Numerous Representations

સુવિધા:અમીરગઢમાં કેંદ્ર અને રાજ્યસરકારના સહિયાર ફંડમાંથી બનશે ઓવરબ્રીજ, અસંખ્ય રજૂઆત બાદ ઓવરબ્રીજને મંજૂરી મળી

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓવરબ્રિજ બનતા નગરવાસીઓને પડતી મુશ્કેલીઓનો અંત આવશે

બનાસકાંઠાના છેવાડાના અને પછાત વર્ગ ધરાવતા અમીરગઢ તાલુકામાં અંદાજીત 72 ગામડાઓનો સમાવેશ થાય છે અને બધા કામો માટે તાલુકા મથક અમીરગઢ માં આવવાની ફરજ પડે છે. ત્યારે હાલમાં રેલવે ખાતાંના નવા બજેટમાં દરેક ફટકો હટાવી તેની જગ્યાએ ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ બજેટમાં અમીરગઢ ગામની અધવચ્ચેથી નીકળતી અમદાવાદ દિલ્લી મુખ્ય લાઈન પર ઓવર બ્રીજ મંજૂર ન કરતા અંદર બ્રીજ મંજૂર કરવામાં આવેલ હતો જેથી મોટા વાહનોને મુશ્કેલીઓ પડવાની દહેશત સતાવતા અમીરગઢ ગ્રામપંચાયત તરફથી કેન્દ્ર સરકારને લેખિતમાં અરજ કરેલ હતી.

રેલવે બજેટ માં અમીરગઢ નો ઓવર બ્રીજ ન હોવાથી તેઓ પચાસ ટકા રકમ રાજ્ય સરકાર અને પચાસ ટકા કેન્દ્ર સરકાર આપે તો ઓવરબ્રિજ બની શકે એવું જણાવતા અમીરગઢ પંચાયત તથા આગેવાન સી આઈ મોઢ દ્વારા રાજ્ય સરકારને લેખિત તથા રૂબરૂમાં પણ રિકવેસ્ત કરી અમીરગઢ ની ભૌગોલિક પરિસ્થિતિ જણાવી ઓવરબ્રિજ નો માંગ કરેલ હોવાથી આજે રાજ્ય સરકાર તરફ થી ઓવરબ્રિજના અંદાજિત રકમ 55.48 કરોડ ના પચાસ ટકા ફાળવતા હવે અમીરગઢમાં ઓવર બ્રીજ બનશે અને અંડર બ્રીજ થી થતી હાલાકીઓ નો અંત આવશે તે માટે અમીરગઢ વાસીઓ અને તાલુકા ના લોકોએ કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

જોકે અમીરગઢ તાલુકા ભાજપ મહામંત્રી કૈલાસ ભાઈ દરજી એ જણાવ્યું હતું કે મારા અમીરગઢ તાલુકા પ્રમુખ પ્રવિનભાઈ પ્રજાપતિ પર ગુજરાત સરકાર નો પત્ર આવેલ જે અમારી વર્ષો જૂની માંગણી હતી એ માંગણી સંતોસવામાં આવેલ છે સરકારી મંજૂરી આપેલ છે આ ઓવર બ્રિજ બનશે એટલે અમીરગઢ તેમજ આજુબાજુ ના ગામ લોકોને ખુબજ ફાયદો થશે જેથી હું ગુજરાત સરકાર નો આભાર માનું છું.

અન્ય સમાચારો પણ છે...