માંગણી:બનાસકાંઠામાં એસટી કર્મચારીઓની ગ્રેડની માગણી ન સતોષાતાં આક્રોશ

પાલનપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજદૂર સંઘએ ડેપો મેનેજરને આવેદનપત્ર આપી ન્યાય માટે રજૂઆત કરી

એસટી કર્મચારીઓના પગાર ગ્રેડની માગણી ન સંતોષાતા સોમવારે મજદૂર મહાસંઘએ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એસટી કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે.અગાઉ ઓક્ટોબર મહિનામાં પુરા ગુજરાતમાં માંસ સીએલ પર જવાની ચીમકી બાદ સરકારે મધ્યસ્થી કરી સંગઠનો સાથે બેઠક કરી પગાર ગ્રેડ પેની માંગણી સ્વીકારી 1 નવેમ્બર 2021 થી કર્મચારીઓને લાભ આપવા લેખિત આશ્વાસન આપ્યું હતું જોકે આજદિન સુધી કર્મચારીઓને ગ્રેડ પેના નાણાંનો લાભ ન મળતાં એસટી કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

જ્યાં સોમવારે બનાસકાંઠા જીલ્લાના સાત ડેપો અને ડીવીઝન સહિત એસટી કર્મચારીઓએ વતી મજદૂર સંઘએ ડેપો મેનેજરને આવેદનપત્ર આપી પોતાની માંગણી વહેલી તકે પુરી કરવા માંગ કરી છે.સોમવારે ડીસા એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં ગ્રેડ પે વધારો તેમજ પડતર માંગણીઓનો નિકાલ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી તેમજ તે દરમિયાન જે પણ પરીસ્થિતી ઉભી થશે તેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગની રહેશે.

અન્ય સમાચારો પણ છે...