હાલાકી:પાલનપુરના જનતાનગરમાં ચાર દિવસથી પીવાનું પાણી ન આવતાં રોષ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર નગરપાલિકાના જનતાનગર વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ દૂર ચાલી ને કૂવા પરથી પાણી ભરવા મજબુર બની છે. પાલનપુર નગરપાલિકાના જનતાનગર વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સ્થાનિકોને પીવાનું પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ છે તેમજ મહિલાઓ પીવાનું પાણી માટે એક કિલોમીટર દૂર વીરપુર જવાના માર્ગ તરફ કૂવા પરથી પાણી લાવવા મજબૂર બની છે.

આ બાબતે મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે, અમારા વિસ્તારમાં અવારનવાર પીવાનું પાણી આવતું નથી જોકે આ બાબતે અમે પાલિકાને રજૂઆત પણ કરી છે તેમ છતાં પીવાનું પાણી છોડવામાં આવેલ નથી તેમજ પાણી છોડનાર ઓપરેટર પોતાની મનમાની ચલાવે છે અને પોતાની ઇચ્છા મુજબ પાણી છોડતા હોય છે છેલ્લા ચાર દિવસથી અમારા વિસ્તારમાં પીવાનું પાણી છોડવામાં આવ્યુ નથી જે માટે અને મહિલાઓ દૂર જઈને પીવાનું પાણી લાવીએ છીએ તો અમારા વિસ્તારમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...