પાલનપુરમાં પાલિકાના આડેધડ વેરા વધારાથી રોષ વ્યાપી ગયો છે જેને લઈ આપના નેતાઓએ વેરા વધારો પરત ખેંચવા પાલિકામાં રજુઆત કરી હતી. લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે " જનતા પાસેથી ઉઘરાવાતો સફાઇ વેરાને એકસાથે જ 250ગણો વધારી દેવામાં આવ્યો છે. જ હૉસ્પિટલો પર વાર્ષિક 3 હજાર, લારી ગલ્લાવાળાઓ પાસેથી 6 હજાર, દુકાન દીઠ 600 જેટલો સફાઈ વેરો વાર્ષિક પેટે લેવાનું નક્કી થયુ છે.
આ અંગે ડો.પાર્થ જોષીએ જણાવ્યું હતું કે શહેરના ચાર રસ્તા ઉપર આવેલા શૌચાલયની બાજુમાં તો અઢળક ગંદકી હોય છે. રોગચાળો ફાટી નીકળવાની અને લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અમે પાલનપુર નગરપાલિકા દ્વારા વેરામાં કરેલો વધારો પરત ખેંચવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આવેદન પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસરને અને પાલિકા ઉપપ્રમુખને આપ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.