તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:લાખણીના ભાકડીયાલથી જડીયાલી રસ્તા પર મેડિકલ વેસ્ટ નાખતાં રોષ

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ વેસ્ટનો બાળકોએ રમવા માટે ઉપયોગ કરતાં સ્થાનિકોમાં રોષ

લાખણી તાલુકાના ભાકડીયાલથી જડીયાલીને જોડતા પાકા માર્ગની બાજુમાંથી મેડિકલનો વપરાયેલો જથ્થો મળી આવ્યો હતો. જો કે મેડિકલ વેસ્ટનો બાળકોએ રમવા માટે ઉપયોગ કરતાં સ્થાનિક રહીશોમાં ડિગ્રી વગરના ડોક્ટર વિરુદ્ધ રોષ ભભૂકયો છે.

લાખણીના ભાકડીયાલથી જડીયાલી નજીક રોડની સાઈડમાં ઇન્જેક્શન, સિરીઝ, બાટલા, કાચની નાની બોટલો તેમજ અન્ય મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જ્યાં કોઈ પણ કાયદાના ડર રાખ્યા વગર મેડિકલ વેસ્ટેને જાહેરમાં ફેંકી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

સ્થાનિક રમેશભાઈ પનારાએ જણાવ્યું હતું કે ‘કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આવી રીતે જાહેરમાં વપરાશ થયેલા ઇન્જેક્શન અને દવાઓની ખાલી બોટલો નાખી હતી. સ્કુલે ભણવા આવતા બાળકો માટે હાનિકારક છે. જેથી આવા શખ્સો સામે તપાસ થવી જોઈએ.’ જ્યારે આજુબાજુમાં રહેતા વાલીઓના એકથી આઠ ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો શેરી શિક્ષણમાં ભણવા જતી વખતે મેડિકલ વેસ્ટના જથ્થામાંથી ખાલી ઇન્જેક્શન અને બાટલાની નળીઓ રમવા માટે ઘરે લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...