તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:વડગામ ચૌધરી સમાજમાં આક્રોશ, ટીપ્પણી કરનાર તાલુકા ભાજપ પ્રમુખ રાજીનામું આપે

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજ વિરુદ્ધ કરી અશોભનીય ટીપ્પણી કરતાં રોષ ફેલાયો

વડગામ તાલુકા વિકાસ અધિકારીની બદલીને લઈ વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણાએ ચૌધરી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેનો ઓડિયો વાઇરલ થયો હતો. જેની સામે વડગામ ચૌધરી સમાજ અને સમાજના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. પ્રવિણસિંહ રાણાએ ચૌધરી સમાજ વિશે ટિપ્પણી કરી હતી.જેને લઈને રવિવારે મગરવાડા ખાતે ચૌધરી સમાજના યુવાનોની બેઠક મળી હતી. બેઠકમાં વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાણા રાજીનામાની માગણી કરાઇ હતી.

ભાજપ પાર્ટી સસ્પેન્ડ નહિ કરે તો આગામી સમયમાં કમલમમાં પણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાણા વિરૂદ્ધ રજૂઆત કરી અને તેમને હોદ્દા પરથી દૂર કરવાની રજૂઆત કરાશે. ત્યારે રાજ્યમાં દરેક જિલ્લા અને તાલુકા મથકો પર પ્રવીણસિંહ રાણા વિરૂદ્ધ ચૌધરી સમાજના યુવકો પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકશે. જો ભાજપ તરફથી વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પદેથી પ્રવીણ સિંહ રાણાને દૂર નહીં કરાય તો 2022ની ચૂંટણીમાં જોયા જેવી થશે તેવી ચૌધરી સમાજના યુવકો ચિમકી ઉચ્ચારી હતી.

બીજી બાજુ વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ પરથીભાઇ ગોળનો ચૌધરી સમાજની બેઠકમાં વિરોધ થયો હતો. સમાજની બેઠકમાં બેઠકના મુદ્દામાં ભટકી જવાથી સમાજના યુવાનોમાં આક્રોશ વ્યક્ત થયો હતો. અને તેમનો વિરોધ કરી અને તેમને ચૂપ કરી દેવાયા હતા.તાલુકા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ પર નિશાન સાધ્યું હતું.આ પૈસા માટેની લડાઈ છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. વડગામ તાલુકાના અગ્રણી કેસરભાઈએ સમાજની બેઠકમાં જાહેર માં પૈસા ની લડાઈ છે તેઓ આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...