તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ગાદલવાડા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા ઉતાર્યા બાદ નહીં બનાવાતાં વાલીઓમાં રોષ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગ પૂર્ણ નહિ થાય તો શિક્ષણકાર્ય શરૂ થતાની સાથે પાલનપુર શિક્ષણ કચેરીએ બાળકોને લઈ બેસી જઈશું તેવી વાલીઓએ ચિમકી ઉચ્ચારી

પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં 5 વર્ષ પહેલા પાંચ ઓરડા જર્જરિત થતાં ઉતારી લેવાયા હતા. શાળામાં તેમજ ઉચ્ચ કક્ષાએ વિદ્યાર્થીઓ માટે નવીન ઓરડા બનાવવા વાલીઓએ રજૂઆત કરી હતી. આજદિન સુધી ઓરડા ન બનતા વાલીઓ રોષે ભરાયા હતા અને માંગ નહિ સ્વીકારાય તો વિદ્યાર્થીઓ સાથે જિલ્લા શિક્ષણ કચેરીએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લામાં અનેક શાળાઓમાં 1555 ઓરડાઓની અછત છે.

આ ઓરડાની અછતના કારણે કેટલાય વિદ્યાર્થીઓને પ્રાથના ખંડ, તો વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે પ્રાથમિક શાળામાં 10 ઓરડા હતા. જ્યાં વર્ષ 2017માં 5 ઓરડા જર્જરિત થઈ જતાં ઓરડા ઉતારી દેવાયા હતા. પરંતુ ઓરડા ઉતાર્યાને 5 વર્ષ વિતવા છતાં સ્થાનિકો તેમજ શાળા સંચાલકો દ્વારા અવાર-નવાર રજૂઆત કરવા છતાં ઓરડા ન બનતા વિદ્યાર્થીઓના વાલીઓ રોષે ભરાયા હતા.

આ બાબતે ગામના સ્થાનિકોએ જણાવ્યું કે કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ છે ત્યારે ઓરડા બનાવે તો સારું છે. બાળકોને શિક્ષણ કાર્ય શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ પડશે. જો અમારી આ માંગ નહિ સ્વીકારાય તો વિદ્યાર્થીઓ સાથે જિલ્લા શિક્ષણ કચેરીએ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારએ જણાવ્યું કે, ‘ગાદલવાડા ગામના ઓરડાની દરખાસ્ત સરકારમાં મોકલી છે. ઓરડા મંજુર થતા કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...