તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 13 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, ધાનેરામાં સૌથી વધુ 2.8 ઇંચ ખાબક્યો

પાલનપુર14 દિવસ પહેલા
  • ધાનેરામાં 72 મીમી, સુઇગામ 43 મિમી, ભાભરમાં 37 મી.મી અને ડીસા માં 49 મી.મી વરસાદ નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં એક દિવસના વિરામ બાદ જિલ્લાના અનેક તાલુકાઓમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ રાત્રી દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. રાત્રી દરમિયાન પડેલા વરસાદથી હવે ખેડૂતોના મુરઝાતા પાકોને પણ જીવનદાન મળ્યું છે. જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે. જિલ્લાના 14 તાલુકામાંથી 13 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ ધાનેરામાં પડ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં દરમિયાન પડેલા સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જિલ્લામાં અગાઉ પડેલા વરસાદને લઈ મોટાભાગના ખેડૂતોએ મગફળી જેવા પાકોની ખેતી વરસાદના આગાહી કરી હતી, જોકે વરસાદ ખેંચાતા પાક પાણીના બળી જવાની ભીતિથી ખેડૂતોને ચિંતા સેવાય રહી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોનાં મુરઝાતા પાકોને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. એક દિવસના વિરામ બાદ દિવસભરની ભારે ઉકળાટ બાદ રાત્રી દરમિયાન વીજળીના કડાકા સાથે અમીરગઢ, ઇકબાલગઢ, ડીસા, ધાનેરામાં સહિત અનેક તાલુકાઓમાં સારો વરસાદ ખાબક્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં દિવસભરની ભારે ઉકળાટ બાદ ગતરાત્રિ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના 14 તાલુકાઓમાંથી 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જિલ્લામાં 24 કલાકમાં જોઈ તો અમીરગઢમાં 26 મી.મી, કાંકરેજમાં 19 મી.મી, ડીસામાં 49 મી.મી, થરાદમાં 22 મી.મી, દાંતામાં 20 મી.મી, દાંતીવાડામાં 18 મી.મી, દિયોદરમાં 13 મી.મી, ધાનેરામાં 72 મી.મી, પાલનપુરમાં 03 મી.મી, ભાભરમાં 37 મી.મી, લાખણીમાં 25 મી.મી, વડગામમાં 10 મી.મી વાવમાં 00 મિ.મી, સુઇગામમાં 43 મિ.મી વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...