તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:વડગામના રજોસણમાં ફેક્ટરીની પેપ્સીનો જથ્થો નાશ કરવા હુકમ

પાલનપુર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક વર્ષમાં કુલ1048 સેમ્પલ લેવાયા, 156 ફેલ, 392 હજુપણ પેન્ડીંગ

વડગામ તાલુકાના છાપી-રજોસણ ગામ નજીક અમદાવાદ હાઇવે પર આવેલી ફૂડીઝા ફૂડ એન્ડ બેવરેઝીસ ફેક્ટરીની પેપ્સીનો જથ્થો નાશ કરવા હુકમ કરવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ જ ફેક્ટરીને અધિક કલેકટરે 9 લાખનો દંડનો હુકમ કર્યો હતો જે બાદ હવે જિલ્લા ફૂડ સેફટી વિભાગે સિઝ કરેલા પેપ્સીના જથ્થાનો નિકાલ તાત્કાલિક કરવા સૂચના કરી છે.

છાપી નજીક આવેલી ફૂડિઝા ફેકટરીમાં બનતી પેપ્સીના જથ્થાને અગાઉ સીઝ કરાઈ હતી જેનો નાશ કરવા ફેક્ટરી સંચાલકોને લેખિત હુકમ દ્વારા જણાવાયું છે. ફૂડ સેફટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુંકે "જિલ્લામાં 1 વર્ષમાં જુદી જુદી જગ્યાએથી મળી 1048 સેમ્પલ લેવાયા છે જે પૈકી 156 સેમ્પલ નાપાસ થયા છે.જેમાં કેટલાક અનસેફ તો કેટલાક મીસબ્રાન્ડ આવ્યા છે. જોકે હજુ 392 સેમ્પલના પરિણામ પેન્ડીંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો