તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:પીરોજપુરા ગામના બસસ્ટેન્ડ ઉપર કરેલું બાંધકામ 5 દિવસમાં તોડી પાડવા હુકમ

છાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિવાદિત બાંધકામ હટાવવા અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી

વડગામ તાલુકાના પીરોજપુરા ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલ બસ સ્ટેન્ડના ઉપરના ભાગે બિનકાયદેસર બાંધકામને પાંચ દિવસ તોડી પાડવા હુકમ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પીરોજપુરા બસ સ્ટેન્ડની ઉપર બિનકાયદેસર અને જોખમી બાંધકામ કરાયાની અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. જેને લઇ તંત્ર દ્વારા કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ પાસે અભિપ્રાય માગ્યો હતો.

આ બાંધકામ મુસાફરો તેમજ ગ્રામજનો માટે જોખમી હોવાનું જણાવ્યું હતું તેમજ ભવિષ્યમાં કોઇ જાનહાની ન થાય તે માટે દૂર કરવા જણાવ્યું હતું. જેથી જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કરતા તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરી દ્વારા પીરોજપુરા ગ્રામ પંચાયત સહિત વિસ્તરણ અધિકારી તેમજ છાપી સર્કલને દિન 5માં બસ સ્ટેન્ડ ઉપર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા હુકમ કર્યો હતો.

સરપંચ વિરુદ્ધ 57/1 મુજબની કાર્યવાહીની ચીમકી
બસ સ્ટેન્ડ ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામ પંચાયતને દિન-5માં હટાવવાની તાકીદ કરાઈ છે. જો આ બાંધકામ નહિ હટાવાય તો સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57/1 મુજબ કાર્યવાહી કરવા સહિત તલાટી કમ મંત્રી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરાશે તેમ તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો