પાલનપુર પાલિકાના સલાટ વાસ વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી પીવાની પાઇપ લાઇનમાં ભંગાણ થતા અંદર ગટરનું પાણી મિક્સ થતા પાલિકાના ઉપપ્રમુખના વિસ્તારના લોકો ગટરનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે.
પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 5 માં આવેલ સલાટવાસ વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી પીવાનું પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં તેની ઉપર રહેલ ગટરનું પાઇપલાઇન નું પાણી દીવાની પાઇપ લાઇનમાં મિક્સ થઈ જતા વિસ્તારના રહીશોના ઘરે ગટરનું પાણી આવે છે અને તેજ પાણી પીવા બન્યા છે.
આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે પાલિકાને ઘણી વાર રજૂઆત કરી છે તેમ છતાં કોઈપણ પગલાં લેવામાં આવતા નથી જેને લઇ છેલ્લા દોઢ માસથી અમારા વિસ્તારના લોકોને ગટરનું દૂષિત પાણી પીવું પડે છે જેને લઇને કોઇ પરિવારના બાળક બીમાર પડે તો તેની જવાબદારી કોની તો તાત્કાલિક અમારા વિસ્તારમાં ચોખ્ખું પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
નગરપાલિકા વિપક્ષના ઉપપ્રમુખ રૂકસાનાબેન સિંધી વોર્ડ નં.5 ના સલાટવાસ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ હતા રહીશો પીવાનું પાણી પીવા મજબૂર બન્યા છે તેમ છતાં ઉપપ્રમુખ રહીશોની મુલાકાત પણ લેતા નથી તેવા જાવેદભાઈ સલાટએ આક્ષેપ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.