તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:પાલનપુરમાં આવેલી બનાસ કોવિડ કોલેજ ખાતે આજથી મ્યુકરમાઈકોસિસના દર્દીઓના ઓપરેશન શરૂ

પાલનપુર23 દિવસ પહેલા
  • બનાસ મેડિકલ કોલેજે મ્યુકરમાઈકોસિસ નું આજે પ્રથમ સફળ ઓપરેશન કર્યું

કોરોના મહામારી બાદ જીવલેણ એવા મ્યુકરમાઈકોસિસ નામના રોગે પણ હાહાકાર મચાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ રોજે રોજ મ્યુકરમાઈકોસિસના કેસ સામે આવતા હોવાને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને બનાસ ડેરી સંચાલિત બનાસકોઠા હોસ્પિટલમાં 27 લાખ રૂપિયાના ખર્ચે મેડ ઇન યુએસએની સ્ટ્રાઈકર કંપનીના ઓપરેશનના સાધનો ખરીદવામાં આવ્યા હતા. જે સાધનો આજે બનાસ કોવિડ હોસ્પિટલ ખાતે આવી જતા ઇ એન ટી વિભાગના હેડ ડો. દેવેન્દ્ર જૈન , ડો. સાધના અને ડો. ઝલક મોઢ દ્વારા એક દર્દીનું સફળ ઓપરેશન પણ કરાયું હતું.

અત્યાર સુધી બનાસકાંઠાના દર્દીઓને મ્યુકરમાઈકોસિસની સારવાર અને સર્જરી માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું અને ત્યાં પણ ખાનગી હોસ્પિટલમાં 10થી 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. પરંતુ હવે બનાસ કોવિડ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મ્યુકરમાઈકોસિસની સારવાર શરૂ થઇ જતા બનાસકાંઠા જિલ્લાના દર્દીઓને તેનો મોટો લાભ મળશે. જિલ્લાના ગરીબ અને વર્ગના દર્દીઓ ને અમદાવાદ સુધીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને લાખો રૂપિયાનો ખર્ચ પણ બચી જશે.

આ અંગે બનાસ મેડિકલ ચેરમેન પી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસ મેડિકલ કોલેજ હસ્તકની પાલનપુર સિવિલ હોસ્પિટલ છે જેમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસિસના પેસેન્ટો આવેલા હતા અમે લોકોએ એમના ઓપરેશન માટે ઈ એન ટીના સાધનો જોઇએ તે સાધનો ખરીદવા માટે ચાર પાંચ મહિના પહેલાથી પ્રોસેસર કરી નાખી હતી અને એના ભાગ રૂપે અત્યારે અમારી પાસે તે સાધનો આવી ગયા છે.

ઓપરેશન માટેના જે જરૂરી સાધનો હતા એ તમામ સાધનો આવી ગયા છે. અમુક સાધનો બાકી છે પણ અત્યારે પૂરતા સાધનો હોવાથી ચાર પેસેન્ટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દાખલ છે એમાથી એક પેસેન્ટને નાકનું સફળ ઓપરેશન ડોક્ટર દ્વારા પોણા કલાકના સમયમાં થયેલું છે અને દર્દીની તબિયત પણ અત્યારે સારી છે.

અન્ય સમાચારો પણ છે...