તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન સાધારણ સભા:માત્ર 15મા નાણાપંચની રૂ. 22 કરોડની ગ્રાન્ટનો મુદ્દો ચર્ચાયો

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ. પં.ની ઓનલાઈન સાધારણ સભા યોજાઈ

બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા 14 તાલુકા મથકોથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન યોજાઈ હતી. જિલ્લા પંચાયતની બેઠકના તમામ મુદ્દાઓ રદ કરી માત્ર 15માં નાણાપંચની 22 કરોડની ગ્રાન્ટનો મુદ્દો ચર્ચાયો હતો.

કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 22 કરોડની ગ્રાન્ટના ઉપયોગને લઈ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 14 તાલુકા મથકોએથી સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં જિલ્લા પંચાયતના તમામ સદસ્યો પાસેથી વિકાસના કામો બાબતે સુચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે 6 કરોડના કામો આરોગ્ય મહિલા અને બાળ વિકાસ માં વાપરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.

આ સાધારણ સભા અંગેની વિગતો આપતા જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે " જિલ્લા પંચાયત ની સાધારણ સભામાં 66 સભ્યો પૈકી 50 સભ્યો જુદા જુદા સ્થાને હાજર રહ્યા હતા. અને સભામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...