તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં માતાને કચરામાં ફેંકવાની ઘટના:વૃદ્ધાના શરીરમાં 4 % જ લોહી,5 પંચર કર્યા ત્યારે નસ મળી, ડોક્ટરે કહ્યું - સમયસર સારવાર ન મળતી તો બચી ન હોત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સારવાર લઈ રહેલા વૃદ્ધાની તસવીર - Divya Bhaskar
સારવાર લઈ રહેલા વૃદ્ધાની તસવીર
  • વૃદ્ધાએ પોતાનું નામ કમળાબેન બબાભાઈ સોલંકી જણાવ્યું
  • માની મમતાને કચરામાં ફેંકી દેનાર પરિવાર હજુ મળ્યો નથી

ડીસાના હવાઇ પિલ્લર વિસ્તારમાં નવા બગીચા નજીક કચરાના ઢગલામાં વૃદ્ધા ને 3 દિવસ અગાઉ રિક્ષામાં આવેલા કોઈ પરિવારના લોકો ફેંકીને જતા રહ્યા હતા. જે બાદ પાલનપુર સિવિલના જુના બિલ્ડિંગમાં પ્રથમ માળે બી 46 વોર્ડમાં છેલ્લા બેડમાં તેમની સારવાર ચાલી રહી છે. વૃદ્ધાની સારવાર કરવા આવેલી નર્સે જણાવ્યું કે તેમના શરીરમાં માત્ર 4 ટકા લોહી છે એટલે હાલ લોહીની બોટેલ ચઢાવી છે. હાથ એકદમ પાતળો છે નસ બહુ જ સંકોચાઈ ગઈ છે.4 થી 5 જગ્યાએ પંક્ચર કરવા પડ્યા છે.

દિવ્યભાસ્કરની ટીમે વૃદ્ધાની સાથે વાત કરવાની કોશિષ કરતા તેમણે ગુજરાતીમાં જ પોતાનું નામ કમળાબેન બબાભાઈ સોલંકી જણાવ્યું, જ્યારે પરિવાર અને ગામના સરનામાં બાબતે પૂછ્યું તો પહેલા ભડથ જણાવ્યું, પછી બહુ યાદ કરી પાંથાવાડા જણાવ્યું, જોકે ફરી ગામનું નામ યાદ નથી તેમ કહી ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા.તેમણે બહુ જ યાદ કરવાની કોશિષ કરી પણ યાદ કરી શક્યા નહી. ડીસાના નીતિન સોની વૃદ્ધાના ખબર અંતર જાણવા આવ્યા હતા તેમણે દિવ્યભાસ્કરને જણાવ્યું કે જો સમયસર સારવાર ન મળતી તો વૃદ્ધા મોતને ભેટી જતા.

ઘડપણની લાકડી બનવાના અભરખા અધુરા રહ્યા
વૃદ્ધ માતા પિતાની સંતાનો ઘડપણની લાકડી બનતા હોય છે.ત્યારે આ માતાને કચરામાં ફેંકી દેનારા પરિવારને તેની વેદનાની ચીસો કેમ સંભળતી નથી.જે માતાએ નવ નવ મહિના વેદના વેઠી જન્મ આપી મોટા કર્યો એ પરિવારનું હ્યદય કેમ ન દ્રવી ઊઠયું મમતાને કચરે રઝળતી કરતી વખતે..

બે દિવસ અગાઉ વૃદ્ધાને છોડ્યાં
કળીયુગમાં ઘરડા માવતરની સાર સંભાળ લેવાના બદલે તેમનો તિરસ્કાર કરવામાં આવી રહ્યો છે. આવો જ કિસ્સો ડીસામાં બહાર આવ્યો છે. આ અંગે ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, ડીસાના હવાઇ પિલ્લર વિસ્તારમાં નવા બગીચા નજીક કચરાના ઢગલામાં કોઇ વૃધ્ધાને તેના પરિવારજનો બે દિવસ અગાઉ રિક્ષામાં મુકીને જતા રહ્યા હોવાની જાણ થતાં ટીમના મિત્રો સાથે ત્યાં પહોચ્યા હતા. જ્યાં તેમનું નામ પુછતાં કમળાબેન બાબુભાઇ જણાવ્યું હતુ.

શારીરિક અને માનસિક કમજોર કણસી રહેલાં માજી
શારીરિક અને માનસિક કમજોર કણસી રહેલાં માજી

કણસતી હાલતમાં પાણી-પાણી પોકારી રહ્યા હતા
ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલ હવાઈ પિલ્લર મેદાનમા આવેલા બંધ હાલતમાં રહેલા નાનાજી દેશમુખ ગાર્ડન પાસે આવાવરુ જગ્યામાં કચરાના ઢગમાં એક વયોવૃદ્ધ મહિલા કણસતી હાલતમા પાણી પાણીના પોકર કરી રહ્યા હતા. તેની જાણ આસપાસ મેદાનમાં રહેતા ઝુંપડપટ્ટીના લોકોને થતા તેમને આ બાબત ગાર્ડનના ચોકીદારને કરતા ચોકીદારે આ કણસી રહેલા મહિલાની જાણ ડીસામા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોનીને કરતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોચ્યા હતા અને શારીરિક અને માનસિક કમજોર કણસી રહેલા આ માજીને આવાવરુ કચરા વાળી જગ્યામાથી બહાર લાવી ગાર્ડનની સેડ નીચે સુવડાવી ચા પાણીની વ્યવસ્થા કરી સારવાર માટે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

માજીને બે દિવસથી કોઈ મુકી ગયું
હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે ડીસામાંથી મને એક ફોન આવેલો જેમાં હવાઈ પિલ્લરે એક માજીને બે દિવસથી કોઈ મુકી ગયું છે. એમની કોઈ સાર સંભાળ રાખવા વાળું કોઈ નથી. જેથી અમે અહીંયા આવીને જોયું કે કચરના ઢગલામાં પડ્યા હતા. આશરે ઉંમર 80 વર્ષની હશે. અમે તાત્કાલિક એબ્યુલન્સ બોલાવી બગીચાના ચોકીદાર હતા. એમની મદદથી કચરમાં બહાર કાઢ્યા હતા અને એમને 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો કોઇ પરિવારજનો અંગે માહિતી નથી.