તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ વર્ગ:લશ્કરી ભરતી પૂર્વે યોજાનાર તાલીમ વર્ગમાં 15 સુધી ઓનલાઈન નોંધણી

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા લશ્કરી, અર્ધ લશ્કરી, પોલીસ ફોર્સ તથા સિક્યુરિટી ગાર્ડમાં જોડાવવા ઇચ્છતા બનાસકાંઠા જિલ્લાના ફક્ત પુરુષ ઉમેદવાર માટે ભરતી પૂર્વેનો એક માસનો વિનામૂલ્યે નિવાસી વર્ગ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.

આ નિવાસી તાલીમ વર્ગમાં માટે જરૂરી લાયકાત અને શારિરીક માપદંડ ધરાવતા ઉમેદવારોને પ્રિ-સ્કુટીની પ્રક્રિયા સંપન્ન કરી પછી તાલીમ વર્ગ માટે પસંદગી કરવામાં આવશે. જરૂરી લાયકાતમાં ઉંમર-17 વર્ષ 6 મહિના (સાડા સત્તર વર્ષ) થી 21 વર્ષ સુધીની તેમજ 10 કે 12 પાસ કે તેથી વધુ, તેમજ ઉંચાઈ-162 સે.મી. થી 168 સે.મી., છાતી 77 થી 82 સે.મી., વજન-50 કિ.ગ્રામ. આ તાલીમ વર્ગમાં જોડાવવા માંગતા બનાસકાંઠા જિલ્લાના તમામ પુરુષ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો સાથે http://shorturl.at/stxEM લિંક ઉપર નોંધણી કરવા જણાવવામાં આવે છે.

તેમજ વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નંબર 6357390390 પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...